પ્રધાનમંત્રીએ હરદોઈ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 06th, 05:59 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. @PMOIndia દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા નિવેદનમાં, પ્રધાનમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની તેમની ઊંડી વ્યથા સાથે અસરગ્રસ્ત પરિવારો માટે તેમના દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.અગ્ર સચિવ, ડૉ. પી. કે. મિશ્રાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો
September 17th, 02:17 pm
અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આજે સવારે ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી કાર્યાલયે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી
June 21st, 02:26 pm
પ્રધાનમંત્રી કાર્યાલયે આજે સવારે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રા, વરિષ્ઠ અધિકારીઓ અને અન્યોએ યોગ સત્રમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કાર્યાલયનો કાર્યભાર સંભાળ્યો
June 10th, 05:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી કાર્યાલયનો હવાલો સંભાળી લીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલયનાં અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કરતાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પીએમઓ શરૂઆતથી જ પ્રધાનમંત્રી કાર્યાલયને સેવાની સંસ્થા અને લોક પ્રધાનમંત્રી કાર્યાલય બનાવવાનો પ્રયાસ રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે પીએમઓને ઉત્પ્રેરક એજન્ટ તરીકે વિકસિત કરવાનો પ્રયાસ કર્યો છે, જે નવી ઉર્જા અને પ્રેરણાનો સ્ત્રોત બને છે.મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સિંધિયા શાળાના 125મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 21st, 11:04 pm
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, અહીંના લોકલાડીલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સિંધિયા સ્કૂલના નિદેશક મંડળના અધ્યક્ષ અને મંત્રીમંડળમાંના મારા સાથીદારો શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી નરેન્દ્રસિંહ તોમર, ડૉ. જીતેન્દ્રસિંહ, શાળા સંચાલનના સાથીદારો અને તમામ કર્મચારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ અને મારા વ્હાલા યુવાના મિત્રો!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલનાં 125મા સ્થાપના દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું
October 21st, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 'ધ સિંધિયા સ્કૂલ'ના 125મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ શાળામાં 'મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ'નો શિલાન્યાસ કર્યો હતો અને વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટોચની સફળતા મેળવનારાઓને શાળાના વાર્ષિક એવોર્ડ એનાયત કર્યા હતા. સિંધિયા સ્કૂલની સ્થાપના 1897માં કરવામાં આવી હતી અને તે એતિહાસિક ગ્વાલિયર કિલ્લાની ટોચ પર છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.રાજસ્થાનમાં પીએમના કાર્યક્રમમાં રાજસ્થાનના સીએમની હાજરી અંગે પીએમઓએ ટ્વીટ કર્યું
July 27th, 10:46 am
પ્રધાનમંત્રી કાર્યાલયે રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરી અંગેની ટ્વીટના જવાબમાં નીચેનું ટ્વીટ જારી કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સીકરની મુલાકાતે છે.ઓડિશાના સીએમએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી
May 11th, 06:07 pm
ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.PMO જોશીમઠ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે
January 08th, 02:19 pm
પ્રધાનમંત્રી શ્રીના અગ્ર સચિવ ડૉ પી કે મિશ્રા આજે બપોરે PMO ખાતે કેબિનેટ સચિવ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરશે.ગુજરાતના ગાંધીનગરમાં સુઝુકીના 40 વર્ષની ઉજવણી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
August 28th, 08:06 pm
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રીકૃષ્ણ ચૌટાલાજી, સંસદમાં મારા સાથીદાર શ્રીમાન સી આર પાટિલ, સુઝુકી મોટર કોર્પોરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ, ભારતમાં જાપાનના રાજદૂત, મારુતિ-સુઝુકીના વરિષ્ઠ અધિકારીઓ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ ભારતમાં સુઝુકીના આગમનના 40 વર્ષના સંભારણા નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન આપ્યું
August 28th, 05:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં સુઝુકી કંપનીના આગમનના સંભારણા નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતમાં જાપાનના રાજદૂત મહાનુભાવ શ્રી સતોશી સુઝુકી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદ સભ્ય શ્રી સી. આર. પાટીલ, રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ, સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી ઓ સુઝુકી, સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ શ્રી ટી સુઝુકી , અને મારુતિ-સુઝુકીના ચેરમેન શ્રી આર. સી. ભાર્ગવ ઉપસ્થિત હતા. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફ્યુમિયો કિશિદાના વીડિયો સંદેશનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું અને વર્ચ્યુઅલ માધ્યમથી મોરેશિયસમાં નાગરિક સેવા કોલેજ તેમજ 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો
January 20th, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદકુમાર જુગનાથે આજે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિયોજના ભારત અને મોરેશિયસ વચ્ચે વાઇબ્રન્ટ વિકાસ ભાગીદારીના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રસંગે, બંને દેશોના પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં ભારતના વિકાસ સહકારના ભાગરૂપે નિર્માણ કરવામાં આવનારી અદ્યતન નાગરિક સેવા કોલેજ અને 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાના વર્ચ્યુઅલ શિલાન્યાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. મોરિશિયસની PMO ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મંત્રીમંડળના મંત્રીઓ અને મોરેશિયસ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મોરેશિયસમાં સંયુક્ત ઉદ્ઘાટન અને વિકાસ પરિયોજનાઓના આરંભે પ્રધાનમંત્રી દ્વારા સંબોધન
January 20th, 04:49 pm
ભારતના તમામ 130 કરોડ લોકો તરફથી, મોરેશિયસનાં તમામ ભાઈ-બહેનોને નમસ્કાર, બોન્જૌર અને થાઇપૂસમ કાવડીની શુભકામનાઓ.PMએ દિવાળી મિલન પર PMO અધિકારીઓ સાથે વાતચીત કરી
November 12th, 08:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોક કલ્યાણ માર્ગ ખાતે PMના નિવાસસ્થાને આયોજિત 'દિવાળી મિલન' પ્રસંગે PMO અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો. તેમણે આ પ્રસંગે દરેકને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘તૌકતે’ પર તૈયારીની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
May 15th, 06:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાર ‘તૌકતે’થી ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/સંસ્થાઓની તૈયારીની સમીક્ષા કરવા આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ અને રસીની ડિલિવરી, વિતરણ તેમજ સંચાલન અંગે બેઠક યોજાઇ
October 17th, 04:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કોવિડ-19 મહામારીની દેશમાં વર્તમાન પરિસ્થિતિ અને રસીની ડિલિવરી, વિતરણ તેમજ સંચાલન માટેની પૂર્વતૈયારીઓ અંગે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, વરિષ્ઠ વૈજ્ઞાનિકો, PMO અને ભારત સરકારના અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.PMOના નેતૃત્ત્વ હેઠળની પેનલે NCR પ્રદેશમાં વાયુના પ્રદૂષણના વ્યવસ્થાપન માટે આગોતરા પગલાં લેવાની શરૂઆત કરી
September 19th, 06:57 pm
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાની અધ્યક્ષતામાં દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR)માં હવાની ગુણવત્તામાં સુધારો લાવવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય ટાસ્કફોર્સની બેઠક યોજાઈ હતી. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવો, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, કૃષિ, માર્ગ, પેટ્રોલિયમ મંત્રાલય, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગો/ મંત્રાલયોના સચિવોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.PMO reviews efforts of eleven Empowered Groups towards tackling COVID-19
April 10th, 02:50 pm
A meeting of the Empowered Groups of Officers, to tackle the challenges emerging as a result of spread of COVID-19, was held today under the Chairmanship of Principal Secretary to Prime Minister.પ્રધાનમંત્રી કાર્યાલયે કોરોના વાઇરસ અંગે પ્રતિભાવ અને તૈયારીઓની સમીક્ષા કરી
March 04th, 05:49 pm
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ શ્રી પી.કે. મિશ્રાની અધ્યક્ષતામાં આજે કોરોના વાઇરસના મુદ્દે તૈયારીઓ અને પ્રતિભાવોની સમીક્ષા કરવા માટે આંતર મંત્રાલય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની બેઠક PMO ખાતે સ્થિતિની જાણકારી મેળવવા માટે શ્રેણીબદ્ધ બેઠકોમાંથી તાજેતરની બેઠક હતી. પ્રથમ બેઠક 25 જાન્યુઆરીના રોજ યોજવામાં આવી હતી. આજની બેઠકમાં કેબિનેટ સચિવ, વિદેશ સચિવ, સ્વાસ્થ્ય, નાગરિક ઉડ્ડયન, માહિતી અને પ્રસારણ, જહાજ, પર્યટન મંત્રાલયના સચિવો, ચેરમેન (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા), સચિવ (સરહદી વ્યવસ્થાપન), MHA અને સંરક્ષણ દળોના વરિષ્ઠ અધિકારીઓ, રાષ્ટ્રીય આપત્તિ વ્યસ્થાપન સત્તામંડળ (NDMA), નીતિ આયોગ અને પ્રધાનમંત્રીની કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી વારાણસીની મુલાકાત દરમિયાન જેને મળ્યા હતાં એ રિક્ષાચાકલને મળો
February 18th, 12:44 pm
પ્રધાનમંત્રી મોદીએ 16 ફેબ્રુઆરીનાં રોજ તેમના સંસદીયક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યા હતા અને સાથે-સાથે રિક્ષાચાલક મંગલ કેવટને મળ્યાં હતાં, જેમણે પોતાની પુત્રીનાં લગ્નનું આમંત્રણ પ્રધાનમંત્રીને મોકલ્યું હતું.