ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટ (સીએનસીઆઈ)ના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 07th, 01:01 pm

દેશના નાગરિક સુધી આરોગ્યની ઉત્તમ સુવિધાઓ પહોંચાડવાના રાષ્ટ્રીય સંકલ્પોને મજબૂત કરવા માટે આજે અમે વધુ એક કદમ આગળ ધપાવવામાં આવ્યુ છે. ચિત્તરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટનું આ બીજુ સંકુલ પશ્ચિમ બંગાળના અનેક નાગરિકો માટે ઘણી મોટી સુવિધા લઈને આવ્યું છે. તેનાથી ખાસ કરીને મધ્યમ વર્ગના એવા પરિવારોને ઘણી રાહત મળશે કે જેમના પોતાના સ્વજનો કેન્સર સામે મુકાબલો કરી રહ્યા છે. કેન્સર સાથે જોડાયેલો ઈલાજ અને તેની સાથે જોડાયેલી શસ્ત્રક્રિયા અને થેરાપી હવે કોલકાતાના આ આધુનિક હોસ્પિટલને કારણે પણ વધુ સુલભ બનશે.

પ્રધાનમંત્રીએ કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું

January 07th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી અને કેન્દ્રીય મંત્રીઓ ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. સુભાષ સરકાર, શ્રી શાંતનું ઠાકુર, શ્રી જોહન બાર્લા અને શ્રી નિશિથ પ્રમાણિક વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ પીએમ-જેડીવાયના સફળતાપૂર્વક 6 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી

August 28th, 11:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન ધન યોજનાના સફળતાપૂર્વક 6 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પીએમ-જેડીવાયને સફળ બનાવવા માટે અથાક મહેનત કરનારા તમામ લોકોને બિરદાવ્યા હતા.

આયુષ્માન ભારતે છત્તિસગઢનાં 21 વર્ષીય યુવાનનો જીવ બચાવ્યો

October 01st, 09:45 pm

21 વર્ષીય સંજય વર્ગેમને 14/02/2019નાં રોજ છાતીમાં દુઃખાવા, નબળાઈ, ચક્કર ચડવાં, કફ અને શ્વાસ ચઢવાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યાં હતાં. આ માટેનું કારણ છેલ્લાં 1-2 વર્ષનો તેમનો અતિ શ્રમ જવાબદાર હતો.

‘આરોગ્ય મંથન’ કાર્યક્રમના સમાપન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 01st, 04:00 pm

ભાઈઓ અને બહેનો, આજે ત્રીજી નવરાત્રી છે. આજે માઁના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે દસ ભુજાઓવાળી દેવી ચંદ્રઘંટા ચંદ્રમાઁની શીતળતા અને સૌમ્યતા લઈને સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરે છે. ભારતના 50 કરોડથી વધુ ગરીબોની પીડાને હરનારી આયુષ્માન ભારત યોજનાના પહેલા વર્ષ પર ચર્ચાનો આનાથી વધુ સારો સંયોગ વળી બીજો કયો હોઈ શકે છે.

પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારતના એક વર્ષની ઉજવણી સ્વરૂપે આરોગ્ય મંથન કાર્યક્રમને સંબોધન કર્યું

October 01st, 03:58 pm

પ્રધાનમંત્રી મોદીએ આયુષ્યમાન ભારતના એક વર્ષની ઉજવણી સ્વરૂપે આરોગ્ય મંથન કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત નવા ભારતનું એક ક્રાંતિકારી પગલું છે અને તે માત્ર સામાન્ય લોકોના જીવનને બચાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે, સાથે જ તે દેશના 130 લોકોના સમર્પણ અને તાકાતનું પ્રતિક પણ છે.