મેઘાલયના શિલોંગમાં વિવિધ વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

December 18th, 04:22 pm

મેઘાલય પ્રકૃતિ અને સંસ્કૃતિથી સમૃદ્ધ રાજ્ય છે. આ સમૃદ્ધિ તમારાં સ્વાગત-સત્કારમાં પણ પ્રતિબિંબિત થાય છે. આજે, ફરી એકવાર, આપણને મેઘાલયના વિકાસના ઉત્સવમાં સહભાગી થવાનો અવસર મળ્યો છે. મેઘાલયનાં મારાં તમામ ભાઈઓ અને બહેનોને કનેક્ટિવિટી, શિક્ષણ, કૌશલ્ય, રોજગારની ડઝનબંધ પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યની સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું

December 18th, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યના સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યા અને તૈયાર થઇ ગયેલી યોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. અગાઉ આજના દિવસમાં જ, પ્રધાનમંત્રીએ શિલોંગ ખાતે સ્ટેટ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી પૂર્વોત્તરીય કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી અને તેની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો.

આસામમાં કેન્સર હોસ્પિટલો સમર્પિત કરવા પ્રસંગે તથા શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 28th, 02:30 pm

આસામના રાજ્યપાલ શ્રી જગદીશ મુખીજી, આસામના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા વરિષ્ઠ સહયોગી શ્રી સર્બાનંદ સોનોવાલજી, શ્રી રામેશ્વર તેલીજી, દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર શ્રી રતન ટાટાજી, આસામ સરકારમાં મંત્રીશ્રી કેશબ મહંતાજી, અજંતા નિઓગજી, અતુલ બોરાજી, અને આ ધરતીના સંતાન અને ભારતના ન્યાય જગતને જેમણે ઉત્તમ સેવાઓ પૂરી પાડી છે તેવા અને આજે કાયદાઓ બનાવવાની પ્રક્રિયામાં સંસદમાં અમને સાથ આપી રહેલા શ્રીમાન રંજન ગોગોઈજી, શ્રી સાંસદગણ, ધારાસભ્ય ગણ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

PMએ રાષ્ટ્રને સાત કૅન્સર હૉસ્પિટલો સમર્પિત કરી અને સમગ્ર આસામમાં સાત નવી કૅન્સર હૉસ્પિટલોનો શિલાન્યાસ કર્યો

April 28th, 02:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિબ્રુગઢમાં એક કાર્યક્રમમાં આસામની છ કૅન્સર હૉસ્પિટલો રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ કૅન્સર હૉસ્પિટલો દિબ્રુગઢ, કોકરાઝાર, બરપેટા, દરરંગ, તેઝપુર, લખીમપુર અને જોરહાટ ખાતે બાંધવામાં આવી છે. દિબ્રુગઢ હૉસ્પિટલને પ્રધાનમંત્રી દ્વારા આજે આ અગાઉ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી જ્યારે તેમણે નવી હૉસ્પિટલનાં પરિસરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ બાંધવામાં આવનાર ધુબરી, નલબારી, ગોલપારા, નાગાંવ, શિવસાગર, તિનસુકિયા અને ગોલાઘાટ ખાતે સાત નવી કૅન્સર હૉસ્પિટલોનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે આસામના રાજ્યપાલ શ્રી જગદીશ મુખી, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી રામેશ્વર તેલી, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્યસભાના સભ્ય શ્રી રંજન ગોગોઈ અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી રતન ટાટા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.