પ્રધાનમંત્રીએ 'એક પેડ મા કે નામ' હેઠળ એક છોડ રોપતા ઉપરાષ્ટ્રપતિની પ્રશંસા કરી

July 27th, 10:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે તેમની માતાના સન્માનમાં એક છોડનું વાવેતર કર્યું છે જે પ્રેરણાદાયક છે.

બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

June 30th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.

જી-7 સમિટના આઉટરીચ સત્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

June 14th, 09:54 pm

સૌ પ્રથમ, હું આ સમિટમાં આમંત્રણ આપવા બદલ અને અમને આપવામાં આવેલ ઉષ્માભર્યા આતિથ્ય માટે પ્રધાનમંત્રી મેલોનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જી-7 સમિટનું આ આયોજન વિશેષ પણ છે અને ઐતિહાસિક પણ છે. આ જૂથની 50મી વર્ષગાંઠ નિમિત્તે જી-7ના તમામ સહકાર્યકરોને હાર્દિક અભિનંદન.

પ્રધાનમંત્રીએ જી-7 સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એનર્જી, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પરના આઉટરીચ સત્રમાં ભાગ લીધો

June 14th, 09:41 pm

પ્રધાનમંત્રીએ કહ્યું કે માનવજાતના ઈતિહાસમાં સૌથી મોટી લોકતાંત્રિક કવાયતમાં તેમની પુનઃચૂંટણી બાદ સમિટમાં ભાગ લેવો એ તેમના માટે ખૂબ જ સંતોષની વાત છે. તેમણે વ્યક્ત કર્યું કે ટેક્નોલોજીને સફળ બનાવવા માટે તેને માનવ-કેન્દ્રિત અભિગમ દ્વારા આધારીત કરવાની જરૂર છે. આ સંદર્ભમાં, તેમણે જાહેર સેવા વિતરણ માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં ભારતની સફળતા શેર કરી.