મલ્ટિ-મોડેલ કનેક્ટિવિટી માટેના પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 13th, 11:55 am

કેન્દ્રિય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નીતિન ગડકરીજી, શ્રી પિયૂષ ગોયલજી, શ્રી હરદીપ સિંહ પૂરીજી, શ્રી સર્વાનંદ સોનોવાલજી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજકુમાર સિંહજી, અલગ અલગ રાજ્ય સરકારોના મુખ્યમંત્રી, લેફ્ટેનન્ટ ગવર્નર્સ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ઉદ્યોગ જગતના સાથીદારો, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો

October 13th, 11:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન - પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રગતિ મેદાનમાં નવનિર્મિત પ્રદર્શન પરિસંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, શ્રી પીયૂષ ગોયલ, શ્રી હરદીપ સિંહ પુરી, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી આર કે સિંહ તેમજ મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરો, રાજ્ય મંત્રીઓ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગજગત તરફથી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલા, ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ્સના CMD શ્રીમતી મલિકા શ્રીનિવાસન, ટાટા સ્ટીલના CEO, MD અને CIIના પ્રમુખ શ્રી ટી.વી. નરેન્દ્રન અને રિવિગોના સહ-સ્થાપક શ્રી દીપક ગર્ગે આ પ્રસંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા.

કોચી-મેંગલુરૂ નેચરલ ગેસ પાઈપલાઈન રાષ્ટ્રને સમર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 05th, 11:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોચી - મેંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ કાર્યક્રમ 'એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડ'ના નિર્માણની દિશામાં એક સીમાચિહ્ન તરીકે અંકિત થશે. કર્ણાટક અને કેરળના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીઓ ઉપરાંત, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ કોચી- મેંગલુરુ કુદરતી ગેસ પાઇલપાઇન રાષ્ટ્રને સમર્પિત કરી

January 05th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોચી - મેંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ કાર્યક્રમ 'એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડ'ના નિર્માણની દિશામાં એક સીમાચિહ્ન તરીકે અંકિત થશે. કર્ણાટક અને કેરળના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીઓ ઉપરાંત, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રી 5 જાન્યુઆરીએ કોચી- મેંગલુરુ કુદરતી કેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે

January 03rd, 02:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરી 2021ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોચી- મેંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કાર્યક્રમ ‘એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડ’ના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કરશે. કર્ણાટક અને કેરળના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીઓ ઉપરાંત, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.