પ્રધાનમંત્રીએ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રીને સાથે મુલાકાત કરી

November 21st, 10:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત 20 નવેમ્બરના રોજ સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફિલિપ જે. પિયર સાથે મહત્વની ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

November 21st, 05:39 am

કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિલ્વેની બર્ટને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમની કુશળ રાજનીતિ, કોવિડ 19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને આપેલા સમર્થન અને ભારત અને ડોમિનિકાને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર-ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત કર્યો હતો. ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી. રુઝવેલ્ટ સ્કેરીટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. ઇરફાન અલી, બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ મિયા અમોર મોટલી, ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડીકોન મિશેલ, સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ ફિલિપ જે. પિયર, અને એન્ટિગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન પણ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.

દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય

November 21st, 02:15 am

મારા મિત્રો, રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રધાનમંત્રી ડિકોન મિશેલ સાથે બીજી ઇન્ડિયા-કેરિકોમ સમિટનું આયોજન કરવાની મને અત્યંત ખુશી છે. હું કેરિકોમ (CARICOM) પરિવારના તમામ સભ્યોને હાર્દિક આવકાર આપું છું અને આ સમિટના ઉત્કૃષ્ટ આયોજન માટે રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો ખાસ કરીને આભાર માનું છું.

બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન

November 21st, 02:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને કેરિકોમના હાલના અધ્યક્ષ મહામહિમ શ્રી ડિકોન મિશેલે, 20 નવેમ્બર, 2024ના રોજ જ્યોર્જટાઉનમાં આયોજિત બીજા ભારત-કારિકોમ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ ગયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ઇરફાન અલીનો આ શિખર સંમેલનના ભવ્ય આયોજન માટે આભાર માન્યો હતો. સૌપ્રથમ ઇન્ડિયા-કેરિકોમ સમિટ વર્ષ 2019માં ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ શિખર સંમેલનમાં ગુયાનાના પ્રમુખ અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ઉપરાંત નીચેની બાબતો સામેલ થઈ હતી.