
મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 10:35 am
સૌ પ્રથમ, હું અહીં આવવામાં મોડું થવા બદલ આપ સૌની માફી માંગુ છું. વિલંબ એટલા માટે થયો કારણ કે ગઈકાલે જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મારા મનમાં એક વાત આવી કે આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી અને તેમનો સમય અને રાજભવન છોડવાનો મારો સમય એકબીજા સાથે ટકરાઈ રહ્યો હતો. અને તેના કારણે, એવી શક્યતા હતી કે જો સુરક્ષા કારણોસર રસ્તાઓ બંધ કરવામાં આવે, તો બાળકોને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને આ મુશ્કેલી ટાળવા માટે, મેં વિચાર્યું કે બધા બાળકો તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી જ હું રાજભવન છોડીશ. આ કારણે, હું 15-20 મિનિટ મોડો નીકળ્યો અને તેના કારણે આપ સૌને થયેલી અસુવિધા માટે, હું ફરી એકવાર માફી માંગુ છું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કર્યું
February 24th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આ કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થવા બદલ માફી માંગી હતી, કારણ કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ હતી અને આ કાર્યક્રમમાં તેમના સુરક્ષાના પગલાંથી વિદ્યાર્થીઓને અસુવિધા થઈ શકે તેમ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજા ભોજની ભૂમિમાં રોકાણકારો અને વ્યાવસાયિક આગેવાનોનું સ્વાગત કરવું એ તેમના માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત મધ્યપ્રદેશ તરીકે મહત્ત્વપૂર્ણ છે. વિકસિત મધ્યપ્રદેશ વિકસિત ભારત તરફની યાત્રામાં જરૂરી છે. તેમણે શિખર સંમેલનનાં અદભૂત આયોજન માટે મધ્યપ્રદેશની સરકારને અભિનંદન આપ્યાં હતાં.
Eastern India is a growth engine in the development of the country, Odisha plays a key role in this: PM
January 28th, 11:30 am
PM Modi inaugurated the Utkarsh Odisha – Make in Odisha Conclave 2025 in Bhubaneswar, highlighting Eastern India's role in national growth. He emphasized Odisha's historical trade significance, growing opportunities, and its potential to lead in various industries. The PM encouraged investors to seize the moment for Odisha’s development and praised the state’s contributions to New India’s progress.PM Modi inaugurates the 'Utkarsh Odisha' - Make in Odisha Conclave 2025 in Bhubaneswar
January 28th, 11:00 am
PM Modi inaugurated the Utkarsh Odisha – Make in Odisha Conclave 2025 in Bhubaneswar, highlighting Eastern India's role in national growth. He emphasized Odisha's historical trade significance, growing opportunities, and its potential to lead in various industries. The PM encouraged investors to seize the moment for Odisha’s development and praised the state’s contributions to New India’s progress.Congress wants to loot your property and distribute it among its favorite vote bank: PM in Betul
April 24th, 03:00 pm
Prime Minister Narendra Modi addressed massive public gatherings in Madhya Pradesh’s Betul, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.Congress wants to snatch your property and impose inheritance tax: PM Modi in Sagar
April 24th, 03:00 pm
Prime Minister Narendra Modi addressed a massive public gathering today in Sagar, Madhya Pradesh, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.PM Modi addresses public meetings in Sagar and Betul, Madhya Pradesh
April 24th, 02:50 pm
Prime Minister Narendra Modi addressed massive public gatherings in Madhya Pradesh’s Sagar and Betul, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.ગોવા ખાતે ઈન્ડિયા એનર્જી વીક 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 06th, 12:00 pm
ઈન્ડિયા એનર્જી વીકની આ બીજી આવૃત્તિમાં, હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું. અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે ભારત ઉર્જા સપ્તાહના આ કાર્યક્રમનું આયોજન ગોવામાં કરવામાં આવી રહ્યું છે જે હંમેશા ઊર્જાથી ભરપૂર હોય છે. ગોવા તેના આતિથ્ય માટે જાણીતું છે. દુનિયાભરમાંથી અહીં આવતા પ્રવાસીઓ અહીંની સુંદરતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થાય છે. આજે ગોવા પણ એક એવું રાજ્ય છે જે વિકાસના નવા દાખલાઓને સ્પર્શી રહ્યું છે. તેથી આજે જ્યારે આપણે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિશે વાત કરવા માટે સાથે આવ્યા છીએ…આપણે ટકાઉ ભવિષ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…તો ગોવા આ માટે ખૂબ જ યોગ્ય સ્થળ છે. મને વિશ્વાસ છે કે આ સમિટમાં આવનારા તમામ વિદેશી મહેમાનો તેમની સાથે ગોવાની જીવનભરની યાદો લઈને જશે.પ્રધાનમંત્રીએ ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદઘાટન કર્યું
February 06th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું ઊર્જા સપ્તાહ 2024 ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વસમાવેશક ઊર્જા પ્રદર્શન અને સંમેલન છે, જે ભારતનાં ઊર્જા પરિવર્તનનાં લક્ષ્યાંકોને ઉત્પ્રેરિત કરવા ઊર્જા મૂલ્યની સંપૂર્ણ સાંકળને એકમંચ પર લાવે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓઇલ અને ગેસનાં સીઇઓ તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું પણ આયોજન કર્યું હતું.ઓડિશાના સંબલપુરમાં પ્રધાનમંત્રીએ વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ વખતે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 03rd, 02:10 pm
આજનો દિવસ ઓડિશાની વિકાસ યાત્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. હું ઓડિશાના લોકોને મળેલી લગભગ 70 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની આ વિકાસ પરિયોજનાઓ બદલ સૌને અભિનંદન પાઠવું છું. આમાં શિક્ષણ, રેલ, માર્ગ, વીજળી, પેટ્રોલિયમ સાથે સંબંધિત અનેક પરિયોજનાઓ સામેલ છે. ગરીબો, શ્રમિકો, કર્મચારીઓ, દુકાનદારો, વેપારીઓ, ખેડૂતો, એટલે કે ઓડિશાના સમાજના તમામ વર્ગોને આ પરિયોજનાઓનો લાભ મળવાનો છે. આ પરિયોજનાઓ ઓડિશામાં સુવિધાઓ લાવવાની સાથે સાથે, અહીંના યુવાનો માટે નવી રોજગારીની હજારો તકો પણ લાવવા જઇ રહી છે.પ્રધાનમંત્રીએ ઓડિશાના સંબલપુરમાં રૂ. 68,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો
February 03rd, 02:07 pm
પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતના નાયબ પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે શ્રી અડવાણીનાં અપ્રતિમ યોગદાન તેમજ સંસદના પ્રતિષ્ઠિત અને સંનિષ્ઠ સભ્ય તરીકેના દાયકાઓના અનુભવની પ્રશંસા કરી હતી. “અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવા એ એક પ્રતીક છે કે રાષ્ટ્ર તેમની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારાઓને ક્યારેય ભૂલી જતું નથી”, એમ પીએમ મોદીએ પ્રતિપાદિત કર્યું. પ્રધાનમંત્રીએ શ્રી એલ. કે. અડવાણી દ્વારા તેમના પર દર્શાવવામાં આવેલા પ્રેમ, આશીર્વાદ અને માર્ગદર્શન માટે તેમના સૌભાગ્યનો આભાર માન્યો હતો અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા હતા.મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં લેફ્ટનન્ટ શ્રી અરવિંદભાઈ મફતલાલની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 27th, 02:46 pm
આજે મને ફરીથી ચિત્રકૂટની આ પાવન પૂણ્યભૂમિની મુલાકાત લેવાની તક મળી છે. આ તે અલૌકિક વિસ્તાર છે, જેના વિશે આપણા સંતોએ કહ્યું છે – ચિત્રકૂટ સબ દિન બસત, પ્રભુ સિય લખન સમેત! અર્થાત્ ચિત્રકૂટમાં પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે નિત્ય નિવાસ કરે છે. અહીં આવતા પહેલા, હમણાં મને શ્રી રઘુબીર મંદિર અને શ્રી રામ જાનકી મંદિરના દર્શન કરવાનો લહાવો મળ્યો હતો અને હૅલિકોપ્ટરમાંથી જ મેં કામદગિરિ પર્વતને પણ પ્રણામ કર્યા હતા. હું આદરણીય રણછોડદાસજી અને અરવિંદ ભાઈની સમાધિ પર પુષ્પ અર્પણ કરવા ગયો હતો. પ્રભુ શ્રીરામ જાનકીના દર્શન, સંતોનું માર્ગદર્શન અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વેદમંત્રોનું આ અદ્ભૂત ગાન, આ અનુભવને, આ અનુભૂતિને વાણીથી વ્યક્ત કરવો મુશ્કેલ છે. માનવ સેવાના મહાન યજ્ઞનો ભાગ બનાવવા બદલ આજે, તમામ પીડિત, શોષિત, ગરીબ અને આદિવાસીઓ વતી, હું શ્રી સદ્ગુરુ સેવા સંઘનો આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખ જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લાખો દર્દીઓને નવું જીવન આપશે. આવનારા સમયમાં, સદ્ગુરુ મેડિસિટીમાં ગરીબોની સેવાના આ અનુષ્ઠાનને નવું વિસ્તરણ મળશે. આજે આ પ્રસંગે ભારત સરકારે અરવિંદભાઈની સ્મૃતિમાં એક ખાસ ટિકિટ પણ બહાર પાડી છે. આ ક્ષણ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે, સંતોષની ક્ષણ છે, આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રીએ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધન કર્યું
October 27th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે 1968માં કરી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજથી પ્રેરિત થયા હતા અને ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ આઝાદી પછીના ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક હતા, જેમણે દેશની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.મધ્યપ્રદેશના બીના ખાતે વિકાસ કાર્યોના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
September 14th, 12:15 pm
બુંદેલખંડની આ ભૂમિ બહાદુરોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે. આ જમીન બીના અને બેતવા બંનેના આશીર્વાદ ધરાવે છે. અને એક મહિનામાં બીજી વખત મને સાગરમાં આવવાનો અને તમારા બધાના દર્શનનો લ્હાવો મળ્યો છે. અને હું શિવરાજજીની સરકારને પણ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે મને તમારા બધાની વચ્ચે જવાની અને તમારા બધાના દર્શન કરવાની તક આપવા માટે. છેલ્લી વાર હું સંત રવિદાસજીના તે ભવ્ય સ્મારકના ભૂમિપૂજન પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો. આજે મને ઘણા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની તક મળી છે જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને નવી ઊર્જા આપશે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. શું તમે કલ્પના કરી શકો છો, પચાસ હજાર કરોડ શું છે? આપણા દેશના ઘણા રાજ્યોનું આખા વર્ષનું બજેટ એટલુ નથી જેટલું ભારત સરકાર આજે એક કાર્યક્રમ માટે ખર્ચે છે. આ દર્શાવે છે કે મધ્યપ્રદેશ માટે અમારા સંકલ્પો કેટલા મોટા છે. આ તમામ પ્રોજેક્ટ આવનારા સમયમાં મધ્યપ્રદેશના હજારો યુવાનોને રોજગાર આપશે. આ પ્રોજેક્ટ્સ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સપના સાકાર કરવા જઈ રહ્યા છે. બીના રિફાઈનરીના વિસ્તરણ અને અનેક નવી સુવિધાઓનો શિલાન્યાસ કરવા બદલ હું મધ્યપ્રદેશના લાખો લોકોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
September 14th, 11:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની બીના રિફાઇનરી ખાતે આશરે રૂ. 49,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ; નર્મદાપુરમ જિલ્લામાં વીજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષેત્ર; ઇન્દોરમાં બે આઇટી પાર્ક; રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક; અને સમગ્ર મધ્ય પ્રદેશમાં છ નવા ઔદ્યોગિક પાર્ક્સનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 14 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની મુલાકાત લેશે
September 13th, 11:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી સપ્ટેમ્બર, 2023ના રોજ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાં બીના પહોંચશે, જ્યાં તેઓ 50,700 કરોડ રૂ.થી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં ‘બીના રિફાઇનરી ખાતે પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ’ અને રાજ્યભરમાં દસ નવા ઔદ્યોગિક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. લગભગ 3:15 બપોરે, તેઓ રાયગઢ, છત્તીસગઢ પહોંચશે, જ્યાં તેઓ દેશના મહત્વપૂર્ણ રેલ ક્ષેત્રના પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી છત્તીસગઢના નવ જિલ્લાઓમાં ‘ક્રિટીકલ કેર બ્લોક્સ’નો શિલાન્યાસ પણ કરશે અને એક લાખ સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું પણ વિતરણ કરશે.બેંગલુરુ, કર્ણાટકમાં ઈન્ડિયા એનર્જી વીક 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 06th, 11:50 am
આ સમયે આપણે બધાની નજર તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ પર ટકેલી છે. ઘણા દુઃખદ મૃત્યુ અને વ્યાપક નુકસાનના અહેવાલો છે. તુર્કીની આસપાસના દેશોમાં પણ નુકસાન થવાની આશંકા છે. ભારતના 140 કરોડ લોકોની સંવેદના તમામ ભૂકંપ પીડિતો સાથે છે. ભારત ભૂકંપ પીડિતોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું
February 06th, 11:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક (આઇઇડબલ્યુ) 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ ગણવેશનો શુભારંભ કરાવ્યો હતો. આ ગણવેશ રિસાયકલ કરાયેલી પીઇટી બોટલમાંથી બનાવવામાં આવે છે. તેમણે ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનાં ટ્વિન-કૂકટોપ મૉડલને પણ સમર્પિત કર્યું હતું અને તેની વ્યાવસાયિક શરૂઆતને લીલી ઝંડી આપી હતી.મહારાષ્ટ્રનાં નાગપુરમાં વિવિધ વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 11th, 11:50 am
મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન ભગતસિંહજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, આ ધરતીના સંતાન અને મહારાષ્ટ્રનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ શ્રી દેવેન્દ્રજી, નીતિનજી, રાવ સાહેબ દાનવે, ડૉ. ભારતી તાઈ અને વિશાળ સંખ્યામાં પધારેલાં નાગપુરનાં મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો.PM lays foundation stone and dedicates to the nation projects worth Rs. 75,000 crores in Maharashtra
December 11th, 11:45 am
PM Modi laid the foundation stone and dedicated to the nation various projects worth more than Rs. 75,000 crores in Maharashtra. The Prime Minister highlighted that this very special day when a bouquet of development works is being launched from Nagpur, Maharashtra will transform the lives of people. Today a constellation of 11 new stars is rising for the development of Maharashtra which will help in achieving new heights and provide a new direction, he said.