પ્રધાનમંત્રીએ 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની સાથે ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

January 10th, 07:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ફિયાલા સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરી, ખાસ કરીને જ્ઞાન, ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ઘણી ચેક કંપનીઓએ સંરક્ષણ, રેલવે અને ઉડ્ડયન ક્ષેત્રોમાં ભારતીય ઉત્પાદકો સાથે ભાગીદારી કરી છે. તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે ભારતીય વિકાસની વાર્તા અને ચેક રિપબ્લિકનો મજબૂત ઔદ્યોગિક આધાર વૈશ્વિક પુરવઠા શૃંખલામાં બે આદર્શ ભાગીદારો બનાવે છે.

પ્રધાનમંત્રીએ મહામહિમ પેટ્ર ફિઆલાને ઝેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન આપ્યા

November 28th, 09:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ મહામહિમ પેટ્ર ફિઆલાને અભિનંદન આપ્યા હતા.