આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.Our efforts are on modernizing the agriculture sector by incorporating latest technology: PM Modi
January 28th, 10:22 am
Prime Minister Modi addressed the Global Potato Conclave in Gandhinagar, Gujarat via video conferencing. PM Modi highlighted the steps being undertaken to double the income of farmers by 2022. The PM spoke at length about the government's efforts to modernize the agriculture sector by incorporating latest technology.પ્રધાનમંત્રીએ ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું
January 28th, 10:21 am
પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ 1999 અને વર્ષ 2008માં થયું હતું. આ કોન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.