ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

March 18th, 11:17 pm

ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું

March 18th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.

જનભાગીદારીની અભિવ્યક્તિ માટે ‘મન કી બાત’ એક અદ્ભુત માધ્યમ બની ગયું છેઃ પીએમ મોદી

February 26th, 11:00 am

મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિએન લૂંગએ ભારત અને સિંગાપોર વચ્ચે UPI-PayNow લિન્કેજના વર્ચ્યુઅલ લૉન્ચમાં ભાગ લીધો

February 21st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી સિએન લૂંગે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે રીઅલ ટાઇમ પેમેન્ટ લિંકેજના વર્ચ્યુઅલ લોન્ચમાં ભાગ લીધો હતો. શ્રી શક્તિકાંત દાસ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર અને શ્રી રવિ મેનન, મેનેજિંગ ડિરેક્ટર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર એ પોતપોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એકબીજા સાથે લાઈવ ક્રોસ બોર્ડર વ્યવહારો કર્યા.

ભારત અને સિંગાપોરના પ્રધાનમંત્રીઓ 21મી ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ્સ લિંકેજના લોન્ચિંગના સાક્ષી બનશે

February 20th, 12:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી સિએન લૂંગ 21 ફેબ્રુઆરી, 2023ના રોજ સવારે 11 વાગ્યે (IST) ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરવાના સાક્ષી બનશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા. શ્રી શક્તિકાંત દાસ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને શ્રી રવિ મેનન, મેનેજિંગ ડિરેક્ટર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર (MAS) દ્વારા આ સેવા લોન્ચ કરવામાં આવશે.