લાલ કિલ્લા પર પરાક્રમ દિવસ ઉજવણીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 23rd, 06:31 pm

નેતાજી સુભાષચંદ્રની જન્મજયંતિ પર, પરાક્રમ દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઝાદ હિંદ ફોજના ક્રાંતિકારીઓનાં સામર્થ્યનો સાક્ષી રહેલો આ લાલ કિલ્લો આજે ફરી નવી ઊર્જાથી ઝળહળી રહ્યો છે. અમૃતકાલનાં શરૂઆતનાં વર્ષો...સમગ્ર દેશમાં સંકલ્પથી સિદ્ધિનો ઉત્સાહ...આ ક્ષણ ખરેખર અભૂતપૂર્વ છે. ગઈકાલે જ સમગ્ર વિશ્વ ભારતની સાંસ્કૃતિક ચેતનાના એક ઐતિહાસિક પડાવનું સાક્ષી બન્યું છે. સમગ્ર વિશ્વએ, સમગ્ર માનવતાએ ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઊર્જાનો, તે ભાવનાઓનો અનુભવ કર્યો છે. અને આજે આપણે નેતા શ્રી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે જોયું છે કે 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારથી ગણતંત્ર દિવસનો મહાપર્વ 23મી જાન્યુઆરીથી બાપુની પુણ્યતિથિ 30મી જાન્યુઆરી સુધી સુધી ચાલે છે. હવે પ્રજાસત્તાકના આ મહાન પર્વમાં 22મી જાન્યુઆરીનો આસ્થાનું મહાપર્વ પણ જોડાઈ ગયું છે. જાન્યુઆરી મહિનાના આ છેલ્લા કેટલાક દિવસો આપણી આસ્થા, આપણી સાંસ્કૃતિક ચેતના, આપણા પ્રજાસત્તાક અને આપણી દેશભક્તિ માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યા છે. હું તમને સૌને શુભેચ્છા પાઠવું છું...અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ દિલ્હીનાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું

January 23rd, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે ભારત પર્વનો પણ શુભારંભ કરાવ્યો હતો, જે પ્રજાસત્તાક દિનની ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે. પ્રધાનમંત્રીએ નેશનલ આર્કાઈવ્ઝનાં ફોટો, પેઇન્ટિંગ્સ, પુસ્તકો અને શિલ્પો સહિત નેશનલ આર્કાઈવ્ઝનાં ટેકનોલોજી-સંચાલિત ઇન્ટરેક્ટિવ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તથા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા નેતાજીનાં જીવન પર પ્રસ્તુત નેતાજીનાં જીવન પર પ્રોજેક્શન મેપિંગ સાથે સમન્વયિત એક નાટકનું પણ અવલોકન કર્યું હતું. તેમણે એકમાત્ર જીવિત આઈએનએ વેટરન લેફ્ટનન્ટ આર માધવનનું પણ સન્માન કર્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર વર્ષ 2021થી પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે, જે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનનું સન્માન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે.

Gen Bipin Rawat was an outstanding soldier: PM Modi

December 08th, 06:36 pm

Prime Minister Narendra Modi condoled passing away of Gen Bipin Rawat. He said, I am deeply anguished by the helicopter crash in Tamil Nadu in which we have lost Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. They served India with utmost diligence. My thoughts are with the bereaved families.

પ્રધાનમંત્રીએ શહીદ ભગત સિંહને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

September 28th, 11:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ઝારખંડ માટે મહત્વનું છે કે મજબૂત અને સ્થિર ભાજપ સરકાર રચાય : પ્રધાનમંત્રી મોદી

November 25th, 12:03 pm

શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દાલટોનગંજ અને ગુમલામાં બે મોટી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. આ સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળ ઝારખંડ માટે અહીં એક મજબૂત અને સ્થિર સરકારની રચના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ મોદી ઝારખંડના દાલટોનગંજ અને ગુમલામાં પ્રચાર કર્યો

November 25th, 12:02 pm

શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દાલટોનગંજ અને ગુમલામાં બે મોટી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. આ સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળ ઝારખંડ માટે અહીં એક મજબૂત અને સ્થિર સરકારની રચના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપણી સંસ્કૃતિ, પરંપરા અને ભાષાઓ સમગ્ર વિશ્વને અનેકતામાં એકતાનો સંદેશ આપે છે: મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી

November 24th, 11:30 am

મને પણ કેટલીક યાદો તાજી કરવાનો અવસર મળી જશે. સૌથી પહેલાં તો એનસીસીના બધા પૂર્વ અને વર્તમાન કેડેટને એનસીસી ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. કારણ કે હું પણ આપની જેમ જ કેડેટ રહ્યો છું અને મનથી પણ, આજે પણ પોતાને કેડેટ જ માનું છું. એ તો આપણને બધાને ખબર છે જ કે એનસીસી એટલે નેશનલ કેડેટ કૉર્પ્સ. દુનિયાના સૌથી મોટા ગણવેશધારી યુવા સંગઠનોમાં ભારતનું એનસીસી એક છે. આ એક ટ્રાય સર્વિસ ઑર્ગેનાઇઝેશન છે જેમાં સેના, નૌ સેના, વાયુ સેના ત્રણેય સમાવિષ્ટ છે. નેતૃત્વ, દેશભક્તિ, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત, કઠોર પરિશ્રમ એ બધાને પોતાના ચરિત્રનો હિસ્સો બની લે, પોતાનો શોખ બનાવવાની એક રોમાંચક યાત્રા અર્થાત્ એનસીસી. આ યાત્રા વિશે કંઈક વધુ વાત કરવા માટે આજે ફૉન કૉલ્સ દ્વારા કેટલાક નવજુવાનો, જેમણે એનસીસીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, આવો તેમની સાથે વાત કરીએ.

Congress and TRS are playing a friendly match in Telangana: PM Modi

November 27th, 12:08 pm

Prime Minister Narendra Modi today addressed two major public meetings in Nizamabad and Mahabubnagar in Telangana. The rallies saw PM Modi thanking the BJP supporters across all the election-bound states for their faith and support for his government.

TRS same as Congress: PM Modi in Telangana

November 27th, 12:00 pm

Prime Minister Narendra Modi today addressed two major public meetings in Nizamabad and Mahabubnagar in Telangana. The rallies saw PM Modi thanking the BJP supporters across all the election-bound states for their faith and support for his government.

પ્રધાનમંત્રીની મન કી બાતનાં 47માં સંસ્કરણનો મૂળપાઠ, 26.08.2018

August 26th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યું છે. બધા દેશવાસીઓને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રક્ષાબંધનનું પર્વ બેન અને ભાઇ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે.