પ્રધાનમંત્રીએ વિભાજનના પીડિતોને યાદ કર્યા
August 14th, 11:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિભાજનમાં જેમણે જીવ ગુમાવ્યા હતા તેવા પીડિતોને યાદ કર્યા, કારણ કે રાષ્ટ્ર આજે 'વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ' ઉજવે છે. શ્રી મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના ઘરોમાંથી ગુમાવેલા લોકોના સંઘર્ષને યાદ કર્યા.પીએમએ ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 14th, 09:08 am
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ ભાગલાની ભયાનક સ્મૃતિ દિવસ નિમિત્તે ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.નવનિર્મિત જલિયાંવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
August 28th, 08:48 pm
પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા ખૂબ ખૂબ પ્રણામ! ભારત માતાના એ સંતાનોને પણ નમન કે જેમની અંદર સળગી રહેલી આઝાદીની આગને બુઝાવવા માટે અમાનવિયતાની તમામ હદ પાર કરી દેવાઈ હતી. એ માસૂમ બાળકો અને બાલિકાઓ, એ બહેનો, એ ભાઈઓ કે જેમના સપનાં આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં અંકિત ગોળીઓના નિશાનોમાં જણાઈ આવે છે. એ શહીદ કૂવો, કે જ્યાં અનેક માતાઓ અને બહેનોની મમતા છીનવાઈ ગઈ હતી. તેમનું જીવન છીનવી લેવામાં આવ્યું હતું. તેમના સપનાં કચડી નાંખવામાં આવ્યા હતા. આ તમામને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ નવીનીકરણ કરાયેલું જલિયાવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું
August 28th, 08:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવીનીકરણ કરાયેલા જલિયાવાલા બાગ સ્મારક સંકુલને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સ્મારક ખાતે શરૂ કરવામાં આવેલી સંગ્રહાલય ગેલેરીઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરકારે આ સંકુલને અપગ્રેડ કરવા માટે હાથ ધરેલી વિકાસની બહુવિધ પહેલો દર્શાવવામાં આવી હતી.આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે: પ્રધાનમંત્રી
August 14th, 11:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે.