પ્રધાનમંત્રીએ મનુ ભાકર અને સરબજોત સિંહને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
July 30th, 01:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય શૂટરો, મનુ ભાકર અને સરબજોત સિંહને અભિનંદન પાઠવ્યા છે.'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 28th, 11:30 am
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.પેરિસ ઓલિમ્પિક્સ: પ્રધાનમંત્રીએ ભારતીય દળને શુભેચ્છાઓ પાઠવી
July 26th, 10:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય દળને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.રશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 11:35 am
તમારો પ્રેમ, તમારો સ્નેહ, તમે સમય કાઢીને અહીં આવ્યા એ માટે હું તમારો ખૂબ આભારી છું. હું એકલો આવ્યો નથી. હું મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું. હું મારી સાથે ભારતની માટીની સુવાસ લઈને આવ્યો છું. હું મારી સાથે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. હું તમારા માટે તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું અને તે ખૂબ જ આનંદદાયક છે કે ત્રીજી વખત સરકારમાં આવ્યા પછી, ભારતીય ડાયસ્પોરા સાથે મારો પ્રથમ સંવાદ અહીં મોસ્કોમાં તમારી સાથે થઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ રશિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
July 09th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. સમાજના લોકો દ્વારા તેમનું વિશેષ ઉષ્મા અને સ્નેહથી સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીની પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ટુકડી સાથેની વાતચીતનો મૂળપાઠ
July 05th, 05:07 pm
આદરણીય પ્રધાનમંત્રી, આદરણીય મંત્રીઓ, ડૉ. પી. ટી. ઉષા. આજે આપણા પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા તમામ એથ્લિટ્સ તમારી સાથે વાત કરવા આવ્યા છે. અપેક્ષા રાખો કે સર અમને માર્ગદર્શન આપે. લગભગ 98 લોકો ઓનલાઇન જોડાયેલા છે સર, કારણ કે તેઓ વિદેશમાં તાલીમ લઇ રહ્યા છે, દેશના અન્ય કેન્દ્રોમાં તાલીમ ચાલી રહી છે. અને આવનારા થોડા દિવસોમાં તમે બધા પેરિસ જવા રવાના થવાના છો. હું સરને વિનંતી કરું છું કે કૃપા કરીને દરેકને માર્ગદર્શન આપો, તેમને પ્રોત્સાહિત કરો. તમારો આભાર સાહેબ!પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક 2024 તરફ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી
July 04th, 09:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટે જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી.