પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને બિરદાવ્યું
September 08th, 10:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ પેરિસમાં આયોજિત પેરાલિમ્પિક ગેમ્સ 2024માં 29 મેડલ જીતનાર દેશના પેરા-એથ્લેટ્સના અતૂટ સમર્પણ અને અદમ્ય ભાવનાની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રવીણ કુમારને ઉંચી કૂદમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 06th, 05:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એથ્લેટ પ્રવીણ કુમારને ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની હાઈ જમ્પ T64માં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુડોકા કપિલ પરમારને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 05th, 10:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એથ્લેટ કપિલ પરમારને ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની 60 કિગ્રા J1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશનો મૂળપાઠ
September 05th, 11:00 am
આદરણીય મહાનુભાવો, વિશિષ્ટ અતિથિઓ અને મારા પ્રિય મિત્રો, આપ સૌને મારી હાર્દિક શુભકામનાઓ. આપ સહુનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવમાં સ્વાગત કરતાં મને આનંદ થાય છે. હું આ અદ્ભુત પહેલ માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને અભિનંદન આપું છું.2024 પેરિસ પેરાલિમ્પિક્સ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ પ્રીતિ પાલને બીજો મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 02nd, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાલ ચાલી રહેલી 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં બીજો મેડલ જીતવા બદલ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નિષાદ કુમારને અભિનંદન પાઠવ્યા
September 02nd, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નિષાદ કુમારને પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P2 - મહિલા 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ રૂબિના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા
August 31st, 08:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂબિના ફ્રાન્સિસને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P2 - મહિલાઓની 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મનીષ નરવાલ દ્વારા P1 મેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હોવાથી ખુશી વ્યક્ત કરી
August 30th, 08:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનીષ નરવાલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P1 પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હોવાથી ખુશી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 100 મીટર T35 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય એથ્લેટ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા
August 30th, 06:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં 100 મીટર T35 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય એથ્લેટ પ્રીતિ પાલને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 30th, 04:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં R2 મહિલા 10m એર રાઈફલ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અવની લેખરાને અભિનંદન પાઠવ્યા
August 30th, 04:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં R2 મહિલા 10m એર રાઈફલ SH1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય શૂટર અવની લેખરાને અભિનંદન પાઠવ્યા છે.140 કરોડ ભારતીય પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં આપણી ટુકડીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
August 28th, 09:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભાગ લેનારી ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી હતી. એથ્લેટ્સની હિંમત અને સંકલ્પની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો તેમની સફળતા માટે ઉત્સુક છે.વડાપ્રધાન મોદીએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય દલ સાથે વાતચીત કરી
August 19th, 06:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટુકડી સાથે આનંદકારક વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાને શીતલ દેવી, અવની લેખરા, સુનીલ અંતિલ, મરિયપ્પન થંગાવેલુ અને અરુણા તંવર જેવા એથ્લેટ્સ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. તેમણે તમામ રમતવીરોને રમત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પેરિસ ઓલિમ્પિકમાં ગયેલો દરેક ખેલાડી ચેમ્પિયન છેઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
August 15th, 05:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો. નવી દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરતી વખતે, શ્રી મોદીએ રમતગમતના તેમના અનુભવો સાંભળ્યા અને રમતના ક્ષેત્રમાં તેમના પરાક્રમની પ્રશંસા કરી.પ્રધાનમંત્રીએ મનુ ભાકર અને સરબજોત સિંહને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
July 30th, 01:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય શૂટરો, મનુ ભાકર અને સરબજોત સિંહને અભિનંદન પાઠવ્યા છે.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.પ્રધાનમંત્રીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી સન્માનિત કરાયા
July 13th, 11:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફ્રાન્સના પ્રજાસત્તાકના પ્રમુખ H.E. શ્રી એમેન્યુઅલ મેક્રોન દ્વારા ફ્રાન્સના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા.ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત અંગેની પ્રેસ રિલીઝ
May 04th, 10:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 મે, 2022ના રોજ કોપનહેગનમાં 2જી ભારત-નોર્ડિક સમિટમાંથી પરત ફરતી વખતે ફ્રાંસની સત્તાવાર મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીએ બર્લિન, કોપેનહેગન અને પેરિસના પ્રવાસે રવાના થતા પહેલાં આપેલું નિવેદન
May 01st, 11:34 am
હું, જર્મનીના સંઘીય ચાન્સેલર મહામહિમ શ્રી ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણના અનુસંધાનમાં 2 મે 2022ના રોજ જર્મનીમાં બર્લિનની મુલાકાત લઇશ. ત્યારપછી, 3-4 મે 2022 દરમિયાન ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડ્રિક્સનના આમંત્રણના અનુસંધાનમાં હું ડેન્માર્કના કોપેનહેગનનો પ્રવાસ કરીશ અને ત્યાં દ્વિપક્ષીય જોડાણો યોજાશે તેમજ હું બીજી ઇન્ડિયા-નોર્ડિક શિખર મંત્રણામાં પણ ભાગ લઇશ. ભારત પરત ફરતી વખતે, હું ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોનના આમંત્રણના પગલે રસ્તામાં આવતા ફ્રાન્સના પેરિસમાં થોડો સમય રોકાણ કરીશ.પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરે ‘ગ્લોબલ સિટિઝન લાઈવ’ પર વીડિયો સંબોધન કરશે
September 24th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2021ની સાંજે ‘ગ્લોબલ સિટીઝન લાઈવ’ કાર્યક્રમમાં એક વીડિયો સંબોધન આપશે.