‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)

‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)

February 23rd, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.

Pariksha Pe Charcha 2025 All Episodes

Pariksha Pe Charcha 2025 All Episodes

February 18th, 05:30 pm

For Pariksha Pe Charcha 2025, Prime Minister Narendra Modi brought together India’s top achievers— Deepika Padukone, Sadhguru, Mary Kom, Avani Lekhara and other icons—to inspire students. Experts from sports, cinema, spirituality, technology and public service shared success strategies, mental wellness tips and holistic guidance to help students unlock their potential and appear for exams with confidence.

શ્રેષ્ઠ નિષ્ણાત, પરીક્ષાના તણાવ અને ચિંતાને સફળતાપૂર્વક દૂર કરનારા પરીક્ષા યોદ્ધાઓ પાસેથી સાંભળો: પ્રધાનમંત્રી

શ્રેષ્ઠ નિષ્ણાત, પરીક્ષાના તણાવ અને ચિંતાને સફળતાપૂર્વક દૂર કરનારા પરીક્ષા યોદ્ધાઓ પાસેથી સાંભળો: પ્રધાનમંત્રી

February 17th, 07:41 pm

પરીક્ષા પે ચર્ચા 2025નો એક ખાસ એપિસોડ 18 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે પ્રસારિત થવાનો છે, જેમાં પરીક્ષાના તણાવ અને ચિંતાને સફળતાપૂર્વક દૂર કરનારા યુવાન પરીક્ષા યોદ્ધાઓ દર્શાવવામાં આવશે. આ એપિસોડ પરીક્ષાના તણાવ, ચિંતાને હરાવવા અને દબાણ છતાં શાંત રહેવા અંગેના તેમના અનુભવો, વ્યૂહરચનાઓ અને આંતરદૃષ્ટિ દર્શાવશે.

પરીક્ષાના યોદ્ધાઓ માટે, પરીક્ષાના સમયે સૌથી મોટી સાથી સકારાત્મકતા છે: પ્રધાનમંત્રી

February 15th, 05:58 pm

પરીક્ષાની તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાથી તરીકે સકારાત્મકતાના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને આવતીકાલનો 'પરીક્ષા પે ચર્ચા' એપિસોડ જોવા વિનંતી કરી છે.

જ્યારે સુખાકારી અને માનસિક શાંતિની વાત આવે છે, ત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ હંમેશા સૌથી પ્રેરણાદાયી વ્યક્તિત્વમાંના એક છે: પ્રધાનમંત્રી

February 14th, 08:15 pm

સલામતી અને માનસિક શાંતિની વાત આવે ત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ હંમેશા સૌથી પ્રેરણાદાયી વ્યક્તિત્વમાંના એક છે તેવી ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને આવતીકાલે પરીક્ષા પે ચર્ચાનો ચોથો એપિસોડ જોવા વિનંતી કરી.

જો તમે યોગ્ય ખોરાક ખાશો, તો તમે તમારી પરીક્ષાઓ વધુ સારી રીતે આપી શકશો!: પ્રધાનમંત્રી

February 13th, 07:27 pm

યોગ્ય ખાવાથી અને સારી ઊંઘ લેવાથી પરીક્ષાઓ વધુ સારી રીતે લખવામાં મદદ મળશે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને આવતીકાલે પરીક્ષા પે ચર્ચાનો ચોથો એપિસોડ જોવા વિનંતી કરી.

પ્રધાનમંત્રીએ ફિટનેસને પ્રોત્સાહન આપવા અને સ્થૂળતા સામે લડવા માટે નીરજ ચોપરાના પ્રયાસોની પ્રશંસા કરી

February 12th, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિટનેસને પ્રોત્સાહન આપવા અને સ્થૂળતા સામે લડવાના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ સ્થૂળતા સામે લડવા અને સ્વસ્થ જીવનશૈલી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છો.

પ્રધાનમંત્રીએ દરેકને પરીક્ષા પે ચર્ચાના બધા એપિસોડ જોવા વિનંતી કરી

February 11th, 02:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દરેકને પરીક્ષા પે ચર્ચા 2025ના બધા એપિસોડ જોવા અને આપણા પરીક્ષા યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી.

પરીક્ષા પે ચર્ચા 12 ફેબ્રુઆરીના રોજ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર વિશેષ એપિસોડ રજૂ કરશે: પ્રધાનમંત્રી

February 11th, 01:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'પરીક્ષા યોદ્ધાઓ' જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, તેથી, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આવતીકાલે, 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે.

પરીક્ષા પે ચર્ચા 2025: પરીક્ષાઓથી આગળ - જીવન અને સફળતા પર એક સંવાદ

February 10th, 03:09 pm

પરીક્ષા પે ચર્ચાની બહુપ્રતિક્ષિત 8મી આવૃત્તિ આજે સવારે 11 વાગ્યે યોજાઈ હતી, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિચારપ્રેરક ચર્ચા કરી હતી. પરીક્ષા સંબંધિત તણાવ ઓછો કરવા અને શિક્ષણ પ્રત્યે સકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી આ વાર્ષિક કાર્યક્રમે ફરી એકવાર શિક્ષણ, જીવન કૌશલ્ય અને માનસિક સુખાકારીમાં અમૂલ્ય સમજ આપી હતી.

પ્રધાનમંત્રીના "પેરીક્ષા પે ચર્ચા 2025" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો મૂળપાઠ

February 10th, 11:30 am

આ વખતે સુંદર નર્સરી નામની ખુલ્લી જગ્યામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025 દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

February 10th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિ દરમિયાન સુંદર નર્સરી, નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે તલની બનેલી મીઠાઈઓ વહેંચી હતી. જે પરંપરાગત રીતે શિયાળા દરમિયાન પીરસવામાં આવે છે, જેથી શરીર ગરમ રહે.

'પરીક્ષા પે ચર્ચા' પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત સ્વરૂપમાં!: પ્રધાનમંત્રી

February 06th, 01:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ પરીક્ષાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા 2025 જોવા માટેનો આગ્રહ કરતા X પર એક પોસ્ટમાં લખ્યું છે કેઃ