શું સારા માર્ક્સ મળી જવાથી વ્યક્તિ સફળ થઇ ગયેલો ગણાય? જાણો આ વિષે પ્રધાનમંત્રીનું શું માનવું છે!
January 28th, 09:00 am
‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન શું પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા એ વ્યક્તિનું નિર્ધારણ કરતો માનાંક છે તે પ્રશ્નનો જવાબ આપતા પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને એ પ્રકારની માનસિકતા કે પરીક્ષામાં સફળતા અથવા નિષ્ફળતા એ જ બધી વસ્તુ નિર્ધારિત કરે છે તેમાંથી બહાર આવવાની સલાહ આપી.તમારી અંદરના વિદ્યાર્થીને હંમેશા જીવતો રાખો, પ્રધાનમંત્રી મોદીએ યુવાનોને કહ્યું
January 28th, 09:00 am
ટાઉનહોલ ‘પરીક્ષા પે ચર્ચા’ ખાતે એક વિદ્યાર્થીએ પ્રધાનમંત્રી મોદીને પ્રશ્ન પૂછ્યો કે આપણી અંદર રહેલી ક્ષમતાઓને કઈ રીતે ઓળખવી અને યોગ્ય કારકિર્દીનો માર્ગ કઈ રીતે પસંદ કરવો. આ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તમારી જાતને જાણવી એ થોડી અઘરી બાબત છે અને આપણી જાતને જાણવા માટેનો એક રસ્તો એ છે કે પોતાને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવી અને પડકારજનક પરિસ્થિતિમાં મૂકવી.અભ્યાસ કે અભ્યાસપૂરક પ્રવૃત્તિઓ? બંનેમાંથી કયું વધુ મહત્વનું? પ્રધાનમંત્રી મોદીનો જવાબ...
January 27th, 09:15 am
અભ્યાસપૂરક પ્રવૃત્તિઓના મહત્વ વિષે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કે તેમનું અનુસરણ ન કરવાથી વ્યક્તિ એક રોબોટ સમાન બની શકે છે. તેમણે કહ્યું કે અભ્યાસ અને અભ્યાસપૂરક પ્રવૃત્તિઓ વચ્ચે એક યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ.મૂળભૂત અધિકારો કે ફરજો? શું વધુ મહત્વનું છે? પ્રધાનમંત્રી મોદીનો અભિપ્રાય જાણવા માટે આગળ વાંચો...
January 27th, 09:00 am
અરુણાચલ પ્રદેશથી એક યુવા વિદ્યાર્થીએ પ્રધાનમંત્રી મોદીને ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન મૂળભૂત અધિકારો અને ફરજોના મહત્વ વિષે પ્રશ્ન પૂછ્યો હતો.પ્રશ્નપત્રને જોતા જ જ્યારે તમારું મગજ બ્લેન્ક થઇ જાય ત્યારે શું કરવું? તેનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું...
January 26th, 09:15 am
પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષા પર તણાવને બદલે આત્મવિશ્વાસ રાખવાની સલાહ આપી. એક વિદ્યાર્થીઓએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે તેઓ જ્યારે પ્રશ્નપત્ર જુએ છે ત્યારે બધું જ ભૂલી જાય છે, તેનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ તેમને એ બાબત યાદ અપાવી કે કેટલાક લોકો પોતાના સ્કુટરને ચાલુ કરતા પહેલા હલાવે છે. “તે વૈજ્ઞાનિક નથી પરંતુ દરેક વ્યક્તિ જ્યારે સ્કુટર ચાલુ ન થાય તો આમ કરે છે. એ જ રીતે, ટેનીસના ખેલાડીઓ અને ક્રિકેટર્સ મેચ શરુ થતા પહેલા વોર્મ અપ કરે છે. આવું તેઓ શા માટે કરે છે? તેનાથી તેમને એક અનુકૂળ વાતાવરણ મળે છે.” પીએમએ કહ્યું.ગેજેટ્સ અને ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગ સામે પ્રધાનમંત્રી મોદીના સૂચનો... વધુ જાણવા આગળ વાંચો!
January 26th, 09:00 am
‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન યુવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના યથોચિત ઉપયોગ અંગે સલાહ આપી. “ટેકનોલોજીકલ પરિવર્તનો ઝડપથી બદલાઈ રહ્યા છે. આ પ્રકારના પ્રવાહો વડે અપડેટ રહેવું જરૂરી છે. ટેકનોલોજીનો ભય સારો નથી. ટેકનોલોજી એ મિત્ર છે. ટેકનોલોજીનું માત્ર જ્ઞાન હોવું એ પુરતું નથી. તેનું અમલીકરણ પણ એટલું જ જરૂરી છે.” પ્રધાનમંત્રી મોદીએ કહ્યું.જ્યારે પ્રધાનમંત્રી મોદીએ યુવાનોને અનીલ કુંબલેનું ઉદાહરણ આપ્યું...
January 25th, 09:15 am
‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પ્રસિદ્ધ સ્પિનર અનીલ કુંબલેનું ઉદાહરણ ટાંક્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ એ બાબત યાદ કરી કે કઈ રીતે 2002માં વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં ખૂબ મોટી ઈજા હોવા છતા કુંબલેએ બોલિંગ કરી હતી અને અનેક મહત્વની વિકેટો લીધી હતી.પ્રધાનમંત્રી મોદીએ શા માટે ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ વિષે જણાવ્યું? જુઓ અહીં...
January 25th, 09:00 am
‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન યુવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પ્રધાનમંત્રી મોદીએ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણની બેટિંગ અને કેવી રીતે તેઓ ધીમે-ધીમે ભારતને મેચમાં જીત તરફ દોરી ગયા તેનું ઉદાહરણ ટાંક્યું હતું.Be confident about your preparation: PM Modi to students appearing for exams
January 20th, 10:36 am
PM Modi interacted with students as part of Pariksha Pe Charcha. He answered several questions from students across the country on how to reduce examination stress. The PM discussed subjects like importance of technology in education, dealing with the expectations of teachers and parents, future career options & more.“પરીક્ષા પે ચર્ચા 3.0”માં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો
January 20th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે‘પરીક્ષા પે ચર્ચા 3.0’ સંવાંદનાં ભાગ રૂપે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પરિસંવાદ કાર્યક્રમમાં 50 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. નેવું મિનિટ સુધી ચાલેલા આ પરિસંવાદમાં વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી પાસેથી વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવવાની ઇચ્છા દર્શાવી હતી. આ વર્ષે પણ દેશભરના વિદ્યાર્થીઓ અને વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.