પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીનાં રોજ લાલ કિલ્લા પર પરાક્રમ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે

January 22nd, 05:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીનાં રોજ સાંજે 6:30 કલાકે લાલ કિલ્લા પર પરાક્રમ દિવસનાં સમારોહમાં સહભાગી થશે.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં તેમનાં નિવાસસ્થાને એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું એનો મૂળપાઠ

January 25th, 06:40 pm

છેલ્લાં થોડાં અઠવાડિયાંઓથી મને યુવાન મિત્રોને વારંવાર મળવાની તક મળી છે. એક મહિના પહેલાં આપણે 'વીર બાલ દિવસ' ઉજવ્યો, આપણને વીર સાહેબજાદાઓનાં શૌર્ય અને બલિદાનને નમન કરવાનો અવસર મળ્યો. ત્યાર બાદ કર્ણાટકમાં 'નેશનલ યૂથ ફેસ્ટિવલ'માં સામેલ થયો. તેના બે દિવસ બાદ જ દેશના યુવા અગ્નિવીરો સાથે વાતચીત થઈ. પછી યુપીમાં ખેલ મહાકુંભના એક કાર્યક્રમમાં યુવા ખેલાડીઓ સાથે સંવાદ થયો. આ પછી, મને આજે, સંસદમાં અને પછી પ્રધાનમંત્રી નિવાસસ્થાને નો યોર લીડર પ્રોગ્રામમાં ભાગ લેનારા દેશભરના વિદ્યાર્થીઓને મળવાનો અવસર મળ્યો. ગઈકાલે જ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જીતનારા દેશના આશાસ્પદ બાળકો સાથે મુલાકાત થઈ. આજે આ ખાસ કાર્યક્રમમાં આપને મળી રહ્યો છું. થોડા જ દિવસોમાં હું 'પરીક્ષા પર ચર્ચા'નાં માધ્યમથી દેશભરના લાખો નવયુવાનો, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો છું. દર વર્ષની જેમ આ વખતે પણ મને એનસીસીના કાર્યક્રમનો હિસ્સો બનવાની તક મળવાની છે.

પ્રધાનમંત્રીએ NCC કેડેટ્સ અને NSSના સ્વયંસેવકોને સંબોધિત કર્યા

January 25th, 04:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા. ઉપસ્થિતોને સંબોધન કરી વખતે પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, નેતાજી સુભાષચંદ્ર બોઝના પોશાક પહેરેલા અસંખ્ય બાળકો પ્રધાનમંત્રીના નિવાસસ્થાને આવ્યા હોય તેવું આ પહેલી વખત બન્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જય હિંદનો મંત્ર સૌને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ પરાક્રમ દિવસ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી

January 23rd, 09:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રી શ્રી 23મી જાન્યુઆરીએ આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના નામ આપવાના કાર્યક્રમમાં ભાગ લેશે

January 21st, 06:35 pm

પરાક્રમ દિવસ પર, પ્રધાનમંત્રી 23મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર પુરસ્કારો પછી નામ આપવાના સમારોહમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વીપ પર બાંધવામાં આવનાર નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડેલનું પણ અનાવરણ કરશે.

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર નમન કર્યા

January 23rd, 09:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

આદિવાસી મહેમાનો, એનસીસી કેડેટસ, એનએસએસના સ્વયં સેવકો અને રિપબ્લિક ટેબ્લોના કલાકારો સાથે ‘એટ હોમ’ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 24th, 04:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ‘એટ હોમ’ કર્યક્રમ દરમિયાન આદિવાસી મહેમાનો, NCCના કેડેટ્સ, NSSના સ્વયંસેવકો અને ટેબ્લોક્સ કલાકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તમામ લોકો ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજનારી પરેડમાં પ્રદર્શન કરશે. કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથસિંહ, શ્રી અર્જૂન મુંડા, શ્રી કિરેન રિજિજુ અને શ્રીમતી રેણુકાસિંહ સારુતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રદર્શન કરવા માટે આવેલા આદિવાસી મહેમાનો, NCCના કેડેટ્સ, NSSના સ્વયંસેવકો અને ટેબ્લોક્સ કલાકારો સાથે વાર્તાલાપ કર્યો

January 24th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ‘એટ હોમ’ કર્યક્રમ દરમિયાન આદિવાસી મહેમાનો, NCCના કેડેટ્સ, NSSના સ્વયંસેવકો અને ટેબ્લોક્સ કલાકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તમામ લોકો ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજનારી પરેડમાં પ્રદર્શન કરશે. કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથસિંહ, શ્રી અર્જૂન મુંડા, શ્રી કિરેન રિજિજુ અને શ્રીમતી રેણુકાસિંહ સારુતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.