લાલ કિલ્લા પર પરાક્રમ દિવસ ઉજવણીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 23rd, 06:31 pm
નેતાજી સુભાષચંદ્રની જન્મજયંતિ પર, પરાક્રમ દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઝાદ હિંદ ફોજના ક્રાંતિકારીઓનાં સામર્થ્યનો સાક્ષી રહેલો આ લાલ કિલ્લો આજે ફરી નવી ઊર્જાથી ઝળહળી રહ્યો છે. અમૃતકાલનાં શરૂઆતનાં વર્ષો...સમગ્ર દેશમાં સંકલ્પથી સિદ્ધિનો ઉત્સાહ...આ ક્ષણ ખરેખર અભૂતપૂર્વ છે. ગઈકાલે જ સમગ્ર વિશ્વ ભારતની સાંસ્કૃતિક ચેતનાના એક ઐતિહાસિક પડાવનું સાક્ષી બન્યું છે. સમગ્ર વિશ્વએ, સમગ્ર માનવતાએ ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઊર્જાનો, તે ભાવનાઓનો અનુભવ કર્યો છે. અને આજે આપણે નેતા શ્રી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે જોયું છે કે 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારથી ગણતંત્ર દિવસનો મહાપર્વ 23મી જાન્યુઆરીથી બાપુની પુણ્યતિથિ 30મી જાન્યુઆરી સુધી સુધી ચાલે છે. હવે પ્રજાસત્તાકના આ મહાન પર્વમાં 22મી જાન્યુઆરીનો આસ્થાનું મહાપર્વ પણ જોડાઈ ગયું છે. જાન્યુઆરી મહિનાના આ છેલ્લા કેટલાક દિવસો આપણી આસ્થા, આપણી સાંસ્કૃતિક ચેતના, આપણા પ્રજાસત્તાક અને આપણી દેશભક્તિ માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યા છે. હું તમને સૌને શુભેચ્છા પાઠવું છું...અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ દિલ્હીનાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું
January 23rd, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે ભારત પર્વનો પણ શુભારંભ કરાવ્યો હતો, જે પ્રજાસત્તાક દિનની ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે. પ્રધાનમંત્રીએ નેશનલ આર્કાઈવ્ઝનાં ફોટો, પેઇન્ટિંગ્સ, પુસ્તકો અને શિલ્પો સહિત નેશનલ આર્કાઈવ્ઝનાં ટેકનોલોજી-સંચાલિત ઇન્ટરેક્ટિવ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તથા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા નેતાજીનાં જીવન પર પ્રસ્તુત નેતાજીનાં જીવન પર પ્રોજેક્શન મેપિંગ સાથે સમન્વયિત એક નાટકનું પણ અવલોકન કર્યું હતું. તેમણે એકમાત્ર જીવિત આઈએનએ વેટરન લેફ્ટનન્ટ આર માધવનનું પણ સન્માન કર્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર વર્ષ 2021થી પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે, જે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનનું સન્માન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે.પ્રધાનમંત્રીએ પરાક્રમ દિવસ પર ભારતના લોકોને શુભેચ્છા પાઠવી છે
January 23rd, 09:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર ભારતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 ટાપુઓને પરમ વીર ચક્ર પુરસ્કારોના નામ પર નામ આપવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 11:01 am
કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના ગૃહ મંત્રી શ્રી અમિત ભાઈ શાહ, આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, અમારી ત્રણેય સેનાના પ્રમુખો, ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક, આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફ, તમામ અધિકારીઓ, પરમવીર ચક્ર વિજયી બહાદુર સૈનિકોના પરિવારના સભ્યો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના 21 સૌથી મોટા અનામી ટાપુઓનાં નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પરથી આપવાના સમારંભમાં ભાગ લીધો
January 23rd, 11:00 am
પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ આપવા માટે આયોજિત એક સમારંભમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ પર નિર્માણ પામનારાં નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મૉડલનું અનાવરણ પણ કર્યું હતું.નેટિઝન્સે કોલકાતામાં પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી મોદીના સંબોધનની પ્રશંસા કરી...એક નજર નાંખીએ!
January 23rd, 08:45 pm
ભારતે 23 જાન્યુઆરી, 2021ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી પરાક્રમ દિવસ તરીકે કરી હતી. આ વિશેષ પ્રસંગ પર પ્રધાનમંત્રી મોદી કોલકાતામાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં સામેલ થયા હતા અને નેતાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમના સંબોધનમાં નેતાજીના સાહસ અને ભારતમાં પ્રદાનને યાદ કર્યું હતું. દેશભરના નેટિઝન્સે પ્રધાનમંત્રીના સંબોધનની પ્રશંસા કરી હતી.નેતાજીની 125મી જન્મજયંતી નિમિત્તે કોલકાતામાં પરાક્રમ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 08:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલમાં ‘પરાક્રમ દિવસ’ના ઉદ્ઘાટન સમારંભની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે નેતાજી પર એક સ્થાયી પ્રદર્શન અને એક પ્રોજેક્શન મેપિંગ શૉનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નેતાજીની યાદગીરી સ્વરૂપે એક ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. સાથે-સાથે અહીં નેતાજીના જીવન અને કવન પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ “આમરા નૂતોન જોઉબોનેરી દૂત”નું પણ આયોજન થયું હતું.પ્રધાનમંત્રી કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થયા
January 23rd, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલમાં ‘પરાક્રમ દિવસ’ના ઉદ્ઘાટન સમારંભની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે નેતાજી પર એક સ્થાયી પ્રદર્શન અને એક પ્રોજેક્શન મેપિંગ શૉનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નેતાજીની યાદગીરી સ્વરૂપે એક ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. સાથે-સાથે અહીં નેતાજીના જીવન અને કવન પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ “આમરા નૂતોન જોઉબોનેરી દૂત”નું પણ આયોજન થયું હતું.પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીના રોજ આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે
January 21st, 02:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના વર્ષની ઉજવણી કરવા 23 જાન્યુઆરી, 2021ના રોજ ‘પરાક્રમ દિવસ’ની ઉજવણીમાં સંબોધન કરવા કોલકાતાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 1.06 લાખ જમીનના પટ્ટા/ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કરવા આસામમાં શિવસાગરમાં જેરેન્ગા પઠારની મુલાકાત પણ લેશે.