જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 26th, 09:30 am

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,

પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

July 26th, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.

રોજગાર મેળા હેઠળ એક લાખથી વધુ નિમણૂક પત્રોના વિતરણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 12th, 11:00 am

આજે 1 લાખથી વધુ યુવાનોને સરકારમાં નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. તમે સખત મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. હું તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત સરકારમાં યુવાનોને નોકરીઓ આપવાનું અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. અગાઉની સરકારોમાં, નોકરીની જાહેરાતથી લઈને નિમણૂક પત્ર જારી કરવામાં ઘણો સમય લાગતો હતો. આ વિલંબનો લાભ લઈને તે દરમિયાન લાંચનો ખેલ પણ બેફામ બન્યો હતો. અમે હવે ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવી છે. એટલું જ નહીં, ભરતી પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે સરકાર ખૂબ જ આગ્રહી છે. આ સાથે દરેક યુવાનોને પોતાની ક્ષમતા સાબિત કરવાની સમાન તક મળવા લાગી છે. આજે દરેક યુવાનોના મનમાં વિશ્વાસ છે કે તે મહેનત અને પોતાની પ્રતિભાના આધારે પોતાનું સ્થાન બનાવી શકે છે. 2014 થી, યુવાનોને ભારત સરકાર સાથે જોડવાનો અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવાનો અમારો પ્રયાસ છે. અગાઉની સરકારે તેના છેલ્લા 10 વર્ષમાં જે નોકરીઓ આપી હતી તેના કરતા ભાજપ સરકારે તેના 10 વર્ષમાં લગભગ દોઢ ગણી વધુ સરકારી નોકરીઓ આપી છે. આજે દિલ્હીમાં એક સંકલિત તાલીમ સંકુલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે નવું તાલીમ સંકુલ અમારી ક્ષમતા નિર્માણ પહેલને વધુ મજબૂત બનાવશે.

પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંગઠનોમાં નવી ભરતી થયેલા લોકોને 1 લાખથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

February 12th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને 1 લાખથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. તેમણે નવી દિલ્હીમાં ઇન્ટિગ્રેટેડ કોમ્પ્લેક્સ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સમન્વયને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રીએ મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર હુમલાની નિંદા કરી

November 13th, 07:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપરુમાં આસામ રાઈફલ્સના કાફલા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે આજે શહીદ થયેલા જવાનો અને તેમના પરિજનોને શ્રદ્ધાંજલિ આપી.