ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ માટે ભારતીય પેરા-એથ્લીટ ટુકડી સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 17th, 11:01 am
કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા ભારત સરકારમાં આપણા રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર જી, તમામ ખેલાડીઓ, તમામ કોચ અને ખાસ કરીને માતા-પિતા, તમારા માતા-પિતા. તમારા બધા સાથે વાત કરવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે કે આ વખતે ભારત પેરાલિમ્પિક રમતોમાં પણ નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. હું મારા તમામ ખેલાડીઓ અને તમામ કોચને તમારી સફળતા માટે, દેશની જીત માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટેના ભારતીય પેરા એથલેટ્સ દળ સાથે સંવાદ કર્યો
August 17th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં જઇ રહેલા ભારતીય પેરા-એથલેટ્સના દળ અને તેમના પરિવારજનો, વાલીઓ અને પેરા એથલેટ્સના કોચ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કર્યો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી; માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.