ગૃહના અધ્યક્ષની ચૂંટણી પછી 18મી લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 26th, 11:30 am

મારા તરફથી તમને શુભેચ્છાઓ, પરંતુ આ સમગ્ર ગૃહ તરફથી પણ તમને ઘણી બધી શુભેચ્છાઓ. અમૃતકાલના આ મહત્વપૂર્ણ સમયગાળામાં, તમને બીજી વખત આ પદ સંભાળવાની મોટી જવાબદારી મળી છે અને તમારો પાંચ વર્ષનો અનુભવ અને તમારી સાથે અમારો પાંચ વર્ષનો અનુભવ, અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષ અમારા સૌનું માર્ગદર્શન પણ કરશો અને દેશની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આ ગૃહમાં તમારી જવાબદારી નિભાવવામાં તમે મોટી ભૂમિકા ભજવશો.

પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષની ચૂંટણી બાદ ગૃહમાં સંબોધન કર્યું

June 26th, 11:26 am

પ્રધાનમંત્રીએ શ્રી બિરલાને સતત બીજી મુદત માટે સ્પીકરનો હોદ્દો સંભાળવાનું સ્વાગત કર્યું. તેમણે અધ્યક્ષને ગૃહ તરફથી શુભકામનાઓ પાઠવી હતી. અમૃત કાલ દરમિયાન શ્રી બિરલાએ બીજી વખત કાર્યભાર સંભાળ્યો એનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, તેમનો પાંચ વર્ષનો અનુભવ અને તેમની સાથેનો સભ્યોનો અનુભવ આ મહત્ત્વપૂર્ણ સમયમાં પુનઃપસંદ થયેલા અધ્યક્ષને ગૃહનું માર્ગદર્શન આપવા સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ અધ્યક્ષના શાંત અને નમ્ર વ્યક્તિત્વ અને તેમના હાસ્યની પ્રશંસા કરી જે તેમને ગૃહના સંચાલનમાં મદદ કરે છે.

સર્વોચ્ચ અદાલતની ડિજિટલ કોર્ટ તરફની યાત્રાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 10th, 12:05 pm

આજે બુદ્ધ પૂર્ણિમા છે. આ બુદ્ધ પૂર્ણિમાના પાવન પર્વ પર મારી તમને અને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. દેશ બદલાઈ રહ્યો છે, રજા છે, આપણે લોકો કામ કરી રહ્યા છીએ. આજે 10 મેનું એક બીજું મહત્વ પણ છે, 1857નો સ્વતંત્રતા સંગ્રામ દેશની આઝાદીના એક ખૂબ મોટા વ્યાપક સંઘર્ષનો પ્રારંભ 10 મે આજથી શરુ થયો હતો.

પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટને પેપરલેસ બનાવવાના પગલાં સ્વરૂપે ડિજિટલ ફાઇલિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

May 10th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અપલોડ કરી હતી, જે ડિજિટલ ફાઇલિંગની શરૂઆત છે અને સુપ્રીમ કોર્ટની કામગીરીને પેપરલેસ બનાવવા તરફનું પગલું છે.