હરિયાણાના પાણીપતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 05:54 pm

હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયજી, તેના લોકપ્રિય અને ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રી નયબ સિંહ જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદાર નિર્મલા સીતારમણજી અને આ સ્થાનના બાળકો અને સાંસદો, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને સરકારમાં મારા સાથી શ્રી મનોહર લાલ જી, શ્રી કૃષ્ણ પાલ જી, હરિયાણા સરકારના મંત્રી શ્રુતિ જી, આરતી જી, સાંસદો, ધારાસભ્યો... દેશના અનેક LIC કેન્દ્રો સાથે સંકળાયેલા તમામ મિત્રો અને પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એલઆઇસીની બીમા સખી યોજનાનો શુભારંભ કરાવ્યો

December 09th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના પાણીપતમાં મહિલા સશક્તીકરણ અને નાણાકીય સર્વસમાવેશકતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ જીવન વીમા નિગમની 'બિમા સખી યોજના'નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કરનાલની મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચરલ યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારત મહિલા સશક્તીકરણની દિશામાં વધુ એક મજબૂત પગલું લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે મહિનાનો 9મો દિવસ હોવાથી વિશેષ છે કારણ કે આપણા શાસ્ત્રોમાં 9 નંબરને શુભ માનવામાં આવે છે અને તે નવરાત્રી દરમિયાન પૂજાતા નવ દુર્ગાના નવ સ્વરૂપો સાથે સંકળાયેલો છે. તેમણે કહ્યું હતું કે, આજનો દિવસ નારી શક્તિની ઉપાસનાનો પણ દિવસ છે.

પ્રધાનમંત્રી 9 ડિસેમ્બરે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે

December 08th, 09:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરનાં રોજ રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે. તેઓ જયપુરનો પ્રવાસ કરશે અને સવારે 10:30 વાગ્યે તેઓ જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી પાણીપતની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ એલઆઇસીની વીમા સખી યોજનાનો શુભારંભ કરશે અને મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચરલ યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ કરશે.