પ્રાકૃતિક ખેતી સંમેલન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 10th, 03:14 pm
ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રીગણ. ઉપસ્થિત સાંસદ તથા ધારાસભ્ય ગણ, સુરતના મેયર અને જિલ્લા પરિષદના વડા, તમામ સરપંચગણ, કૃષિ ક્ષેત્રના તમામ નિષ્ણાત સાથી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રીમાન સી. આર. પાટિલ અને તથા મારા પ્રિય ખેડૂત ભાઈઓ અને બહેનો.PM addresses Natural Farming Conclave
July 10th, 11:30 am
PM Modi addressed a Natural Farming Conclave in Surat via video conferencing. The PM emphasized, “At the basis of our life, our health, our society is our agriculture system. India has been an agriculture based country by nature and culture. Therefore, as our farmer progresses, as our agriculture progresses and prospers, so will our country progress.”ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે જલજીવન મિશન અંગે ચર્ચા કરતાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 02nd, 02:57 pm
કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રીમાન ગજેન્દ્ર સિંહ શેખાવતજી, પ્રહલાદ સિંહ પટેલજી, શ્રી વિશ્વેશ્વર ટુડુજી, રાજ્યોના મુખ્યમંત્રી, રાજયોના મંત્રીગણ, સમગ્ર દેશના પંચાયતો સાથે જોડાયેલા સભ્યો, પાણી સમિતિઓ સાથે જોડાયેલા સભ્યો અને દેશના ખૂણે ખૂણેથી આ વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા કરોડો ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી મોદીએ જળ જીવન મિશન અંગે ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે સંવાદ કર્યો
October 02nd, 01:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જળ જીવન મિશન અંગે ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ/ ગ્રામ્ય જળ અને સેનિટાઇઝેશન સમિતિ (VWCS) સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ પ્રસંગે હિતધારકોમાં જાગૃતિમાં વધારો કરવા માટે અને આ મિશન હેઠળ યોજનામાં વધારે પારદર્શકતા તેમજ જવાબદારી માટે જળ જીવન મિશન એપ્લિકેશનનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય જળ કોષનો પણ પ્રારંભ કર્યો હતો, જ્યાં કોઇપણ વ્યક્તિ, સંસ્થા, નિગમ અથવા પરોપકારીઓ, ભલે તે ભારતીય હોય કે વિદેશી તેઓ, દરેક ગ્રામ્ય પરિવાર, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આશ્રમ શાળા અને અન્ય સાર્વજનિક સંસ્થાઓમાં નળ દ્વારા પાણીના જોડાણો પૂરા પાડવા માટે મદદરૂપ થવાના આશયથી યોગદાન આપી શકે છે. ગ્રામ પંચાયતો અને પાણી સમિતિના સભ્યો ઉપરાંત, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી પ્રહલાદસિંહ પટેલ, શ્રી વિશ્વેશ્વર તુડુ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ પણ આ સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 2જી ઓક્ટોબરે જલ જીવન મિશન પર ગ્રામ પંચાયતો અને જલ સમિતિઓ સાથે વાતચીત કરશે
October 01st, 12:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2જી ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ જીવન મિશન પર ગ્રામ પંચાયતો અને જલ સમિતિઓ / ગ્રામ પાણી અને સ્વચ્છતા સમિતિઓ (VWSC) સાથે વાતચીત કરશે.