પ્રધાનમંત્રીએ તમિલ નવા વર્ષની ઉજવણી નિમિત્તે આપેલા સંબોધનનો મૂળપાઠ
April 13th, 08:21 pm
આપ સૌને તમિલ પુત્તાંડુની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા સૌના પ્રેમ, મારા તમિલ ભાઇ અને બહેનોના સ્નેહના કારણે જ આજે મને તમારી વચ્ચે તમિલ પુત્તાંડુની ઉજવવા કરવાની તક મળી રહી છે. પુત્તાંડુ, એ પ્રાચીનતામાં અર્વાચીનતાનો તહેવાર છે! આટલી પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને દર વર્ષે પુત્તાંડુથી નવી ઉર્જા સાથે આગળ વધતા રહેવાની આ પરંપરા ખરેખર અદ્ભુત છે! આ જ વાત તમિલનાડુ અને તમિલ લોકોને આટલા બધા ખાસ બનાવે છે. આથી જ, મને હંમેશા આ પરંપરા પ્રત્યે ઘણું આકર્ષણ રહ્યું છે અને તેની સાથે મારું ભાવનાત્મક જોડાણ પણ રહ્યું છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મણિનગર વિધાનસભા સીટ પરથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યો હતો, તે વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં તમિલ મૂળના લોકો રહેતા છે, તેઓ મારા મતદારો હતા, તેઓ મને ધારાસભ્ય પણ બનાવતા હતા અને તેમણે જમને મુખ્યમંત્રી પણ બનાવ્યો હતો. અને તેમની સાથે મેં વિતાવેલી પળો મને હંમેશા યાદ છે. મારા સદ્ભાગ્યના કારણે જ જેટલો પ્રેમ મેં તમિલનાડુને આપ્યો છે, એના કરતાં ઘણો વધારે પ્રેમ તમિલ લોકોએ હંમેશા તે મને પાછો આપ્યો છે.પ્રધાનમંત્રીએ તમિલ નૂતન વર્ષની ઉજવણીમાં ભાગ લીધો
April 13th, 08:20 pm
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ પુત્તાણ્ડુની ઉજવણી કરવા માટે પોતાનાં તમિલ ભાઈ અને બહેનો વચ્ચે ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પુત્તાણ્ડુ પ્રાચીન પરંપરામાં આધુનિકતાનો તહેવાર છે. આવી પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને છતાં, દર વર્ષે નવી ઊર્જા સાથે આગળ વધી રહી છે. આ ખરેખર નોંધપાત્ર બાબત છે. તમિલ લોકો અને સંસ્કૃતિની વિશિષ્ટતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ તમિલ સંસ્કૃતિ પ્રત્યે તેમનાં આકર્ષણ અને ભાવનાત્મક જોડાણનો એકરાર કર્યો હતો. ગુજરાતમાં તેમના અગાઉના વિધાનસભા મતવિસ્તારમાં તમિલ લોકોની મજબૂત હાજરી અને અપાર પ્રેમને યાદ કરીને પ્રધાનમંત્રીએ તમિલ લોકોના તેમનાં પ્રત્યેના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.