પંડિત મદન મોહન માલવીયનાં સંકલિત કાર્યોના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 25th, 04:31 pm
મંત્રીમંડળમાં મારા સાથીદારો શ્રી અનુરાગ ઠાકુરજી, અર્જૂન રામ મેઘવાલજી, મહામના સંપૂર્ણ વાંગમયના મુખ્ય સંપાદક, મારા ખૂબ જૂના મિત્ર રામ બહાદુર રાયજી, મહામના માલવીય મિશનના અધ્યક્ષ પ્રભુ નારાયણ શ્રીવાસ્તવજી, અહીં મંચ પર બિરાજમાન તમામ વરિષ્ઠ સાથીઓ, મહિલાઓ અને સજ્જનો,પ્રધાનમંત્રીએ 'કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નું વિમોચન તેમની 162મી જન્મજયંતીનાં પ્રસંગે કર્યું
December 25th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામાના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતીનાં પ્રસંગે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં 'પંડિત મદન મોહન માલવિયાનાં કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નાં 11 ખંડોની પ્રથમ શ્રેણીનું વિમોચન કર્યું હતું. શ્રી મોદીએ પં. મદન મોહન માલવિયાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રખ્યાત સ્થાપક પંડિત મદન મોહન માલવિયા આધુનિક ભારતના ઘડવૈયાઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમને એક ઉત્કૃષ્ટ વિદ્વાન અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે યાદ કરવામાં આવે છે જેમણે લોકોમાં રાષ્ટ્રીય ચેતના વધારવા માટે પુષ્કળ કાર્ય કર્યું હતું.પ્રધાનમંત્રી 25મી ડિસેમ્બરનાં રોજ 'કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નું વિમોચન કરશે
December 24th, 07:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહામના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતીનાં પ્રસંગે વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં 25 ડિસેમ્બર, 2023નાં રોજ સાંજે 4:30 વાગ્યે ''કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નાં 11 ખંડોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રી શ્રીએ સંસદમાં પંડિત મદન મોહન માલવિયાને શ્રદ્ધાંજલિ આપી
December 25th, 07:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં એક કાર્યક્રમમાં પંડિત મદન મોહન માલવિયાને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.