વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 14th, 06:28 pm
ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈકજી, અહીંનાં ઓજસ્વી, તેજસ્વી, પરિશ્રમી, યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારી સાથી શ્રી મનોજ સિંહાજી, સંસદમાં મારાં સાથી અને મારાં બહુ જૂનાં મિત્ર અને ભારતીય જનતા પક્ષનાં પ્રદેશપ્રમુખ શ્રી મહેન્દ્રનાથ પાંડે, જાપાન રાજદૂતનાં ચાર્જ ધ અફેર શ્રી હિરેકા અસારીજી તથા બનારસનાં મારાં ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
July 14th, 06:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં કુલ રૂ. 900 કરોડથી વધારે મૂલ્યની વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આ પરિયોજનાઓમાં વારાણસી શહેર ગેસ વિતરણ પરિયોજના અને વારાણસી-બલિયા મેમુ ટ્રેનના ઉદઘાટનનો સામાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પંચકોશી પરિક્રમા તથા સ્માર્ટ મિશન અને નમામી ગંગે હેઠળના કેટલાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનો પમ શિલાન્યાસ કર્યો હતો.