રાજસ્થાનનાં બાડમેરમાં પચપદરા ખાતે રાજસ્થાન રિફાઇનરીનાં શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જાહેરસભાને સંબોધન
January 16th, 02:37 pm
બે દિવસ પહેલા હિન્દુસ્તાનનાં દરેક ખૂણામાં મકરસંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવ્યું અને મકરસંક્રાંતિ બાદ એક રીતે ઉત્ક્રાંતિનો સંકેત સંકળાયેલો હોય છે. સંક્રાંતિ બાદ ઉન્નતિ અંતર્નિહિત હોય છે. મકર સંક્રાંતિનાં પર્વ બાદ રાજસ્થાનની ધરતી પર સમગ્ર હિન્દુસ્તાનને ઉર્જાવાન બનાવવાની એક મહત્વની, અત્યંત મહત્વની પહેલ, એક મહત્વનો પ્રકલ્પ, તેનો આજે કાર્ય આરંભ થઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બાડમેરનાં પચપદરા સ્થિત રાજસ્થાન રીફાઇનરીનાં શુભારંભ પ્રસંગે જાહેર સભાને સંબોધન કર્યું
January 16th, 02:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં બાડમેર સ્થિત પચપદરામાં રાજસ્થાન રીફાઇનરીનાં કાર્યનો શુભારંભ કરાવ્યો તથા આ પ્રસંગે એક વિશાળ તથા ઉત્સાહપૂર્ણ જાહેર સભાને સંબોધન કર્યું.પ્રધાનમંત્રી રાજસ્થાનનાં બાડમેરમાં રાજસ્થાન રિફાઇનરીની કામગીરી શરૂ થવાનાં પ્રસંગે ઉપસ્થિત રહેશે.
January 15th, 11:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2018નાં રોજ રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં પાચપાદરામાં રાજસ્થાન રિફાઇનરી માટે કામની શરૂઆત કરવા એક સમારંભમાં સામેલ થશે. તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.