ગૃહના અધ્યક્ષની ચૂંટણી પછી 18મી લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 26th, 11:30 am
મારા તરફથી તમને શુભેચ્છાઓ, પરંતુ આ સમગ્ર ગૃહ તરફથી પણ તમને ઘણી બધી શુભેચ્છાઓ. અમૃતકાલના આ મહત્વપૂર્ણ સમયગાળામાં, તમને બીજી વખત આ પદ સંભાળવાની મોટી જવાબદારી મળી છે અને તમારો પાંચ વર્ષનો અનુભવ અને તમારી સાથે અમારો પાંચ વર્ષનો અનુભવ, અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષ અમારા સૌનું માર્ગદર્શન પણ કરશો અને દેશની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આ ગૃહમાં તમારી જવાબદારી નિભાવવામાં તમે મોટી ભૂમિકા ભજવશો.પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષની ચૂંટણી બાદ ગૃહમાં સંબોધન કર્યું
June 26th, 11:26 am
પ્રધાનમંત્રીએ શ્રી બિરલાને સતત બીજી મુદત માટે સ્પીકરનો હોદ્દો સંભાળવાનું સ્વાગત કર્યું. તેમણે અધ્યક્ષને ગૃહ તરફથી શુભકામનાઓ પાઠવી હતી. અમૃત કાલ દરમિયાન શ્રી બિરલાએ બીજી વખત કાર્યભાર સંભાળ્યો એનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, તેમનો પાંચ વર્ષનો અનુભવ અને તેમની સાથેનો સભ્યોનો અનુભવ આ મહત્ત્વપૂર્ણ સમયમાં પુનઃપસંદ થયેલા અધ્યક્ષને ગૃહનું માર્ગદર્શન આપવા સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ અધ્યક્ષના શાંત અને નમ્ર વ્યક્તિત્વ અને તેમના હાસ્યની પ્રશંસા કરી જે તેમને ગૃહના સંચાલનમાં મદદ કરે છે.નવી દિલ્હીમાં 9મી G20 સંસદીય અધ્યક્ષ સમિટના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 13th, 11:22 am
140 કરોડ ભારતીયો વતી હું G-20 પાર્લામેન્ટરી સ્પીકર સમિટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સમિટ, એક રીતે, વિશ્વભરની વિવિધ સંસદીય પ્રથાઓનો મહાકુંભ છે. તમે બધા પ્રતિનિધિઓ વિવિધ સંસદોની કાર્યશૈલીમાં અનુભવી છો. આવા સમૃદ્ધ લોકતાંત્રિક અનુભવો સાથે તમારું ભારત આવવું એ આપણા બધા માટે ખૂબ જ આનંદની વાત છે.પ્રધાનમંત્રીએ 9મી જી20 સંસદીય સ્પીકર્સ સમિટ (પી20)નું ઉદઘાટન કર્યું
October 13th, 11:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે 9મી જી20 સંસદીય સ્પીકર્સ સમિટ (પી20)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટનું આયોજન ભારતની જી-20 પ્રેસિડેન્સીના વિસ્તૃત માળખા હેઠળ ભારતની સંસદ દ્વારા કરવામાં આવ્યું છે, જેની થીમ 'પાર્લામેન્ટ્સ ફોર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર' છે.