પ્રધાનમંત્રી 7 ઓક્ટોબરના રોજ PM CARES હેઠળ સ્થાપિત પીએસએ ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે

October 06th, 02:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે AIIMS ઋષિકેશ, ઉત્તરાખંડમાં યોજાનારા કાર્યક્રમમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PM CARES હેઠળ સ્થાપિત 35 પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (PSA) ઓક્સિજન પ્લાન્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સાથે, દેશના તમામ જિલ્લાઓમાં હવે PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

ઉત્તર- પૂર્વનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીની ચર્ચાનો મૂળપાઠ

July 13th, 03:53 pm

આપ સૌને નમસ્કાર ! સૌ પ્રથમ તો કેટલાક નવી જવાબદારી સંભાળનારા લોકો છે તો હું તેમનો પરિચય કરાવી દઉ કે જેથી આપને પણ સુગમતા રહેશે.શ્રીમાન મનસુખ ભાઈ માંડવિયા, તે હવે આપણા નવા આરોગ્ય મંત્રી બન્યા છે. તેમની સાથે તેમની સાથે રાજય મંત્રી તરીકે ડો. ભારતી પવારજી પણ બેઠાં છે. બે અન્ય લોકો પણ છે, કે જેમની સાથે તમારે નિયમિત સંબંધ રહેવાનો છે અને તે ઉત્તર- પૂર્વ વિસ્તાર મંત્રાલયના નવા મંત્રી શ્રીમાન જી. કિશન રેડ્ડીજી અને તેમની સાથે રાજ્ય મંત્રી બેઠેલા છે તે શ્રીમાન બી. એલ. વર્માજી છે. આ પરિચય પણ આપ સૌ માટે જરૂરી છે.

કોવિડ-19ની પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ ઇશાન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી

July 13th, 01:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ઇશાનના (ઉત્તર–પૂર્વ) રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા હાથ ધરી હતી. આ મંત્રણામાં નાગાલેન્ડ, ત્રિપૂરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણીપુર અને આસામના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીઓએ કોવિડની મહામારી સામે સમયસર પગલાં ભરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ઇશાનના રાજ્યો પ્રત્યે ખાસ દરકાર લેવા તથા ચિંતા દાખવવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીઓ ઉપરાંત ગૃહ, સંરક્ષણ, આરોગ્ય મંત્રાલયના કેન્દ્રીય મંત્રીઓ, દાતાઓ અને અન્ય મંત્રી પણ આ મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હતા.

કોવિડ-19 અગ્રહરોળના કાર્યકરો માટેના કસ્ટમાઈઝ ક્રેશ કોર્સ પ્રોગ્રામના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 18th, 09:45 am

કોરોના વિરૂધ્ધના મહાયુધ્ધમાં આજે એક મહત્વના અભિયાનના આગળના ચરણનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન દેશમાં હજારો પ્રોફેશનલ્સ કૌશલ્ય વિકાસના અભિયાન સાથે જોડાયા. આ પ્રયાસને કારણે દેશમાં કોરોના સામે મુકાબલા કરવામાં દેશને મોટી તાકાત મળી. હવે કોરોનાની બીજી લહેર પછી, જે અનુભવો મળ્યા છે, તે અનુભવો આજના આ કાર્યક્રમનો મુખ્ય આધાર બન્યા છે. કોરોનાની બીજી લહેરમાં આપણા લોકોએ જોયું કે કોરોના વાયરસનું બદલાવુ અને વારંવાર સ્વરૂપ બદલવું તે આપણી સામે કેવા પ્રકારના પડકારો લાવી શકે છે. આ વાયરસ આપણી વચ્ચે હાલમાં પણ છે જ, અને જ્યાં સુધી એ છે, ત્યાં સુધી એના મ્યુટન્ટ હોવાની સંભાવના પણ રહે છે ત્યાં સુધી આપણે દરેક ઈલાજ, દરેક સાવધાની સાથે આવનારા પડકારોનો સામનો કરવા માટે દેશની તૈયારીઓને વધુ વધારવાની રહેશે. આ લક્ષ્ય સાથે આજે દેશમાં 1 લાખથી પણ વધુ કોરોના અગ્રહરોળના કાર્યકરો તૈયાર કરવાનુ મહા અભિયાન શરૂ થઈ રહ્યું છે.

કોવિડ 19ના અગ્રહરોળના કાર્યકરો માટે પ્રધાનમંત્રીએ ‘કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો

June 18th, 09:43 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ‘ કસ્ટમાઈઝ્ડ કોર્સ પ્રોગ્રામ ફોર કોવિડ 19 ફ્રન્ટલાઇન વર્કર્સ’નો શુભારંભ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવશે. આ પહેલ હેઠળ આશરે એક લાખ જેટલા કોવિડ-19 માટેના અગ્રહરોળના કાર્યકરો- ફ્રન્ટલાઇન વર્કર્સને તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે અને બીજા ઘણા કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મંત્રીઓ, નિષ્ણાતો અને અન્ય હિતધારકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોવિડ-19 વ્યવસ્થાપન અંગે રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 18th, 11:40 am

આપ સૌએ કોરોનાના બીજા વેવ સામે પહેલાંની સરખામણીએ ઘણો પરિશ્રમ કર્યો છે અને સતત કરી રહ્યા છો. તમારામાંથી કેટલાય લોકો એવા છે કે જેઓ પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં પોતાના જિલ્લાઓમાં સ્થિતિ સંભાળવા માટે સતત કામ કરતાં રહ્યા છો. તેનાથી જિલ્લામાં અન્ય લોકોના ઉત્સાહમાં પણ વધારો થયો અને તમારામાંથી પ્રેરણા પણ મળી છે. ઘણા લોકો એવા છે કે જેઓ કેટ-કેટલાય દિવસો સુધી પોતાના ઘરે નહોતા જઈ શક્યા, પોતાના ઘરના લોકોને નહોતા મળી શક્યા. કેટલાય લોકોએ પોતાના પરિવારના મહત્વપૂર્ણ સભ્યો, પોતાના આત્મજનોને ગુમાવ્યા પણ છે.

પ્રધાનમંત્રીએ કોવિડની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા માટે દેશભરના ડૉક્ટરોના સમૂહ સાથે સંવાદ કર્યો

May 18th, 11:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના ડૉક્ટરોના સમૂહ સાથે સંવાદ કરીને કોવિડ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

કોવિડ અને વેક્સિનેશન જેવા મુદ્દા પર પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

May 15th, 02:42 pm

દેશમાં કોવિડ અને રસીકરણ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અધિકારીઓએ દેશમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. પ્રધાનમંત્રીને એ બાબતે માહિતગાર કરાયા હતા કે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ પરિક્ષણ થતા હતા જે અત્યારે વધીને દર સપ્તાહે 1.3 કરોડ થઈ ગયા છે. અધિકારીઓએ પ્રધાનમંત્રીને એ પણ માહિતી આપી હતી કે હાલમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો તથા દર્દીઓના સાજા થવાના દરમાં વધારો થઈ રહ્યો છે. એવી પણ ચર્ચા થઈ હતી કે દરરોજના કેસની સંખ્યા ચાર લાખ થઈ ગઈ હતી જે હવે આરોગ્ય કર્મચારી, રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારના પ્રયાસોથી ઘટી ગઈ છે.