નવી દિલ્હીમાં બી20 સમિટ ઇન્ડિયા 2023ને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
August 27th, 03:56 pm
તમે બધા બિઝનેસ લીડર્સ એવા સમયે ભારત આવ્યા છો જ્યારે આપણા આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. ભારતમાં દર વર્ષે આવતી લાંબી તહેવારોની મોસમ એક રીતે પ્રિપોન, વહેલી આવી ગઈ છે. આ તહેવારોની મોસમ એવી હોય છે જ્યારે આપણો સમાજ પણ ઉજવે છે અને આપણો બિઝનેસ પણ ઉજવે છે. અને આ વખતે તેની શરૂઆત 23મી ઑગસ્ટથી જ થઈ ગઈ છે. અને આ ઉજવણી ચંદ્રયાન ચંદ્ર પર પહોંચવાની છે. ભારતનાં ચંદ્ર મિશનની સફળતામાં આપણી સ્પેસ એજન્સી 'ઇસરો'ની મોટી ભૂમિકા છે. પરંતુ સાથે સાથે ભારતીય ઉદ્યોગે પણ આમાં ઘણો સહયોગ આપ્યો છે. ચંદ્રયાનમાં ઉપયોગમાં લેવાતાં ઘણાં ઘટકો આપણા ઉદ્યોગે, આપણી ખાનગી કંપનીઓએ, આપણા એમએસએમઇએ જરૂરિયાત મુજબ તૈયાર કરીને સમયસર ઉપલબ્ધ કરાવ્યાં છે. એટલે એ વિજ્ઞાન અને ઉદ્યોગ બેઉની સફળતા છે. અને અગત્યનું એ પણ છે કે આ વખતે ભારતની સાથે સાથે આખી દુનિયા એની ઉજવણી કરી રહી છે. આ સેલિબ્રેશન એક જવાબદાર અવકાશ કાર્યક્રમ ચલાવવાનું છે. આ સેલિબ્રેશન દેશના વિકાસને એક્સલરેટ કરવાનું છે. આ સેલિબ્રેશન ઇનોવેશનનું છે. આ સેલિબ્રેશન સ્પેસ ટેક્નૉલોજીનાં માધ્યમથી ટકાઉપણું અને સમાનતા લાવવાનું છે. અને આ જ તો આ બી20 સમિટની થીમ છે- RAISE, તે જવાબદારી, પ્રવેગ, નવીનતા, ટકાઉપણું અને સમાનતા વિશે છે. અને, તે તો માનવતાની વાત છે. તે એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય વિશે છે.પ્રધાનમંત્રીએ બી20 સમિટ ઇન્ડિયા 2023ને સંબોધન કર્યું
August 27th, 12:01 pm
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉજવણીની ક્ષણ પર ભાર મૂક્યો હતો, જે 23 ઑગસ્ટના રોજ સફળ ચંદ્રયાન મિશનનાં ઉતરાણથી શરૂ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં તહેવારોની મોસમ આગળ વધી છે અને સમાજ તેમજ વ્યવસાયો ઉજવણીના મૂડમાં છે. સફળ ચંદ્ર અભિયાનમાં ઇસરોની ભૂમિકાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ મિશનમાં ઉદ્યોગની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો, કારણ કે ચંદ્રયાનનાં ઘણાં ઘટકો ખાનગી ક્ષેત્ર અને એમએસએમઇ દ્વારા પ્રદાન કરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આ વિજ્ઞાન અને ઉદ્યોગ બંનેની સફળતા છે.પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસના અવસરે આપણી પૃથ્વીને બહેતર બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોની પ્રશંસા કરી
April 22nd, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી દિવસના અવસરે આપણી પૃથ્વીને બહેતર બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE
October 20th, 11:01 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat
October 20th, 11:00 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસ પર પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો
April 22nd, 11:29 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પૃથ્વી દિવસ એ પૃથ્વી માતા પ્રત્યેની તેમની દયા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવા માટેની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક વીડિયો પણ શેર કર્યો હતો.જામનગરમાં પરંપરાગત ઔષધિઓ માટેના વૈશ્વિક કેન્દ્રના ખાત મૂહૂર્ત પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોઘનનો મૂળપાઠ
April 19th, 03:49 pm
મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જોગનાથ જી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ, ડૉક્ટર ટેડ્રોસ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી સર્વાનંદ સોનોવાલ જી, ડૉક્ટર મનસુખ માંડવિયા, શ્રી મુંજપારા મહેન્દ્રભાઈ, અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યો
April 19th, 03:48 pm
પ્રધાનમંત્રીએ આજે જામનગરમાં મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલડો. ટેડ્રોસ ગેબ્રેયેસસની ઉપસ્થિતિમાં WHOનાગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) નો શિલાન્યાસ કર્યો હતો. GCTM સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધિઓ માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક બાહ્ય કેન્દ્ર હશે. તે વૈશ્વિક સુખાકારીના આંતરરાષ્ટ્રીય હબ તરીકે ઉભરી આવશે. આ પ્રસંગે બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળના પ્રધાનમંત્રીઓ અને માલદીવના રાષ્ટ્રપતિના વીડિયો સંદેશા રજૂ કરાયા હતા. કેન્દ્રીય મંત્રીઓ ડૉ.મનસુખ માંડવિયા, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી મુંજપરા મહેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.