અન્ય સર્વિસ પ્રોવાઇડર્સ (OSP) માટેની માર્ગદર્શિકામાં વધુ ઉદારીકરણ
June 23rd, 04:51 pm
કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશનલ ટેકોનલોજી, કમ્યુનિકેશન્સ અને લો એન્ડ જસ્ટિસ મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી કે અન્ય સર્વિસ પ્રોવાઇડર્સ (OSP) માટેની માર્ગદર્શિકામાં ટેલિકોમ્યુનિકેશન વિભાગે વધુ ઉદારીકરણ દાખવ્યું છે. આ સંસ્થાઓ બિઝનેસ પ્રક્રિયા આઉટસોર્સિંગ (BPO) સંસ્થાનો છે જે ભારત અને વિદેશમાં વોઇસ આધારિત સેવા પૂરી પાડે છે. નવેમ્બર 2020માં અગાઉથી જાહેર કરાયેલા વિવિધ પગલાં અને અમલીકરણના ઉમેરામાં આજે જારી કરાયેલી માર્ગદર્શિકામાં ઓએસપીને વધારાના લાભો આપવામાં આવ્યા છે.