પ્રધાનમંત્રી 9 ડિસેમ્બરે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે

December 08th, 09:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરનાં રોજ રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે. તેઓ જયપુરનો પ્રવાસ કરશે અને સવારે 10:30 વાગ્યે તેઓ જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી પાણીપતની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ એલઆઇસીની વીમા સખી યોજનાનો શુભારંભ કરશે અને મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચરલ યુનિવર્સિટીના મુખ્ય પરિસરનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર દેશના ખેડૂતોના સશક્તીકરણ માટે પ્રતિબદ્ધ છે

August 11th, 04:50 pm

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં પાકની 109 નવી જાતો રજૂ કરી હતી ત્યારે ટિપ્પણી કરી હતી કે સરકાર દેશના ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આબોહવાને અનુકૂળ અને ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે.

પ્રધાનમંત્રીએ 109 ઊંચી ઉપજ આપતી, આબોહવાને અનુકૂળ અને જૈવિક રીતે ઉપયોગમાં લેવાતા પાકની વિવિધ જાતોનું વિમોચન કર્યું

August 11th, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં ઇન્ડિયા એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 109 ઊંચી ઉપજ આપતી, આબોહવાને અનુકૂળ અને બાયોફોર્ટિફાઇડ પ્રકારના પાકોની જાતોનું વિમોચન કર્યું હતું.

પીએમ કિસાન યોજના હેઠળ સન્માન નિધિનો 10મો હપ્તો ચૂકવતી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ

January 01st, 12:31 pm

ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, સૌ પ્રથમ, હું માતા વૈષ્ણોદેવી સંકુલમાં બનેલી દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કરું છું. આ દુર્ઘટના દરમિયાન નાસભાગમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું તથા જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. મેં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાજી સાથે પણ વાત કરી છે. રાહત કાર્ય જારી છે અને ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ PM-KISANનો 10મો હપ્તો રિલીઝ કર્યો

January 01st, 12:30 pm

દેશના ખેડૂતોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવા માટેની અવિરત કટિબદ્ધતા અને સંકલ્પ અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની 10મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે 10 કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 20,000 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે 351 ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ને રૂ. 14 કરોડ કરતાં વધારે ઇક્વિટી ગ્રાન્ટ પેટે રીલિઝ કર્યા છે, જેનાથી 1.24 લાખ કરતાં વધારે ખેડૂતોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન FPO સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, લેફ્ટેનન્ટ ગવર્નર, કૃષિ મંત્રીઓ અને ખેડૂતો ઑનલાઇન લિંક દ્વારા જોડાયા હતા.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત નાણાકીય લાભના હપ્તાની ફાળવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 09th, 12:31 pm

છેલ્લા કેટલાક દિવસોથી હું સરકારની જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યો છું. સરકારે જે યોજનાઓ બનાવી છે, તેનો લાભ લોકો સુધી કઈ રીતે પહોંચી રહ્યો છે, તે વધુ સારી રીતે આપણને ખબર પડે છે. જનતા જનાર્દન સાથે સીધા સંપર્કનો આ જ ફાયદો હોય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ, દેશભરના અનેક રાજયોમાંથી ઉપસ્થિત આદરણીય મુખ્યમંત્રી ગણ, લેફ્ટનન્ટ ગવર્નર અને ઉપ-મુખ્યમંત્રી ગણ, રાજ્ય સરકારોના મંત્રી, અન્ય મહાનુભવો, દેશભરમાંથી જોડાયેલા ખેડૂતો અને ભાઈઓ તથા બહેનો,

પ્રધાનમંત્રીએ PM-KISANનો નવમો હપ્તો છૂટો કર્યો, રૂ. 19,500 કરોડ કરતાં વધારે રકમ 9.75 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી

August 09th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)નો આગામી નાણાં સહાયનો હપ્તો છૂટો કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. આનાથી 9.75 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂત પરિવારોના બેંક ખાતાઓમાં રૂ. 19,500 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર થઇ શકી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) અંતર્ગત ખેડૂતોને નાણાકીય લાભનો આ નવમો હપ્તો રીલિઝ કરવામાં આવ્યો હતો.

PM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO

October 14th, 11:59 am

On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.