રામ દરેકના દિલમાં છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

January 28th, 11:30 am

સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.

પ્રધાનમંત્રી શ્રીએ આયુષ્માન ભવ ઝુંબેશને સારો પ્રતિસાદ વખાણ્યો

October 16th, 09:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અંગદાન અભિયાનની સફળતાને બિરદાવી હતી કારણ કે આયુષ્માન ભવ અભિયાન હેઠળ 80,000થી વધુ લોકોએ તેમના અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે: 'મન કી બાત' દરમિયાન પીએમ મોદી

March 26th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.