ઑસ્ટ્રેલિયાનાં સિડનીમાં સામુદાયિક કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 23rd, 08:54 pm
ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને મારા પ્રિય મિત્ર, મહામહિમ, એન્થોની અલ્બેનીઝ, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ સ્કોટ મોરિસન, ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સ, વિદેશ પ્રધાન પેની વોંગ, સંચાર પ્રધાન મિશેલ રોલેન્ડ, ઊર્જા પ્રધાન ક્રિસ બોવેન, વિપક્ષના નેતા પીટર ડટન, મદદનીશ વિદેશ મંત્રી ટિમ વોટ્સ, ન્યૂ સાઉથ વેલ્સના કૅબિનેટના ઉપસ્થિત તમામ માનનીય સભ્યો, પેરામાટ્ટાના સંસદ સભ્ય ડૉ. એન્ડ્રુ ચાર્લટન, અત્રે ઉપસ્થિત ઑસ્ટ્રેલિયાના તમામ સંસદ સભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સિલરો અને ઑસ્ટ્રેલિયામાં રહેતા પ્રવાસી ભારતીયો જે આજે આટલી મોટી સંખ્યામાં હાજર છે, આપ સૌને મારાં નમસ્કાર!ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત
May 23rd, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની આલ્બાનીસ સાથે 23 મે 2023ના રોજ સિડનીમાં ક્યુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયના સભ્યોના વિશાળ મેળાવડાને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.દિલ્હીમાં ગ્લોબલ બૌદ્ધ સમિટ ખાતે પ્રધાનમંત્રીનાં ઉદ્ઘાટન સંબોધનનો મૂળપાઠ
April 20th, 10:45 am
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો શ્રી કિરણ રિજિજુજી, જી. કિશન રેડ્ડીજી, અર્જુન રામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના મહાસચિવ, દેશ અને વિદેશથી અહીં પધારેલા અને અમારી સાથે જોડાયેલા તમામ આદરણીય ભિક્ષુ ગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં વૈશ્વિક બૌદ્ધ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન આપ્યું
April 20th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હોટેલ અશોક ખાતે યોજાયેલા વૈશ્વિક બૌદ્ધ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ અહીં ઉભા કરવામાં આવેલા ફોટો પ્રદર્શનમાં લટાર મારી હતી અને બુદ્ધની મૂર્તિને પુષ્પ અર્પણ કર્યાં હતાં. તેમણે ઓગણીસ પ્રતિષ્ઠિત સાધુઓને સાધુ વસ્ત્રો (ચિવર દાના) પણ અર્પણ કર્યા.પ્રધાનમંત્રીએ તુર્કી અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફના જવાનો સાથે વાતચીત કરી એનો મૂળપાઠ
February 20th, 06:20 pm
તમે માનવતા માટે એક મહાન કાર્ય કરીને પાછા ફર્યા છો. ઓપરેશન દોસ્ત સાથે સંકળાયેલી આખી ટીમ, પછી તે એનડીઆરએફ હોય, એરફોર્સ હોય કે આપણી અન્ય સેવાઓના સાથી હોય, સૌએ બહુ જ સરસ કાર્ય કર્યું છે અને ત્યાં સુધી કે આપણા મૂક દોસ્તો, ડોગ સ્ક્વૉડના સભ્યોએ પણ અદ્ભૂત ક્ષમતા દર્શાવી છે. દેશને તમારા બધા પર ખૂબ ગર્વ છે.પ્રધાનમંત્રીએ તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફના જવાનો સાથે વાતચીત કરી
February 20th, 06:00 pm
પ્રધાનમંત્રીએ ભૂકંપગ્રસ્ત તુર્કિયે અને સીરિયામાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો સાથે વાતચીત કરી હતી.ભારત તુર્કિયેના લોકો સાથે મજબૂતીથી ઊભું છે: પીએમ
February 10th, 08:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત 'ઓપરેશન દોસ્ત' હેઠળ વધુમાં વધુ લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરતા રહેશે.