જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 18th, 02:15 pm
ગાંધીજીએ આરોગ્યને એટલો મહત્ત્વનો મુદ્દો માન્યો કે તેમણે આ વિષય પર ''કી ટુ હેલ્થ'' નામનું પુસ્તક લખ્યું. તેમણે કહ્યું હતું કે, સ્વસ્થ હોવું એટલે વ્યક્તિનાં મન અને શરીર સંવાદિતા અને સંતુલનની સ્થિતિમાં હોય. ખરેખર, આરોગ્ય એ જીવનનો પાયો છે. ભારતમાં સંસ્કૃતમાં આપણી એક કહેવત છે :પ્રધાનમંત્રી શ્રીએ જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
August 18th, 01:52 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતમાં હેલ્થકેર ક્ષેત્ર સાથે સંકળાયેલા 2.1 મિલિયન ડૉક્ટર્સ, 35 લાખ નર્સો, 1.3 મિલિયન પેરામેડિક્સ, 1.6 મિલિયન ફાર્માસિસ્ટ્સ અને લાખો અન્ય લોકો વતી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.મધ્ય પ્રદેશના સાગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
August 12th, 04:42 pm
સાગરની ધરતી, સંતોનું સાંનિધ્ય, સંત રવિદાસજીના આશીર્વાદ અને સમાજના દરેક વર્ગના, દરેક ખૂણેથી આશીર્વાદ આપવા આટલી મોટી સંખ્યામાં આવેલા આપ સૌ મહાનુભાવ. આજે સાગરમાં સમરસતાનો મહાસાગર ઉમટ્યો છે. દેશની આ સહિયારી સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવવા માટે આજે અહીં સંત રવિદાસ સ્મારક અને કલા સંગ્રહાલયની શિલા મૂકાઇ છે. થોડી વાર પહેલા સંતોની કૃપાથી મને આ પવિત્ર સ્મારકનું ભૂમિપૂજન કરવાનો પૂણ્ય અવસર મળ્યો છે અને હું કાશીનો સંસદસભ્ય છું અને તેથી તે મારા માટે બેવડી ખુશીનો પ્રસંગ છે. અને પૂજ્ય સંત રવિદાસજીના આશીર્વાદથી હું વિશ્વાસ સાથે કહું છું કે આજે મેં શિલાન્યાસ કર્યો છે, એક-દોઢ વર્ષ પછી મંદિર બની જશે, તો હું લોકાર્પણ માટે પણ જરૂર આવીશ. અને સંત રવિદાસજી મને આગામી સમયે અહીં આવવાની તક આપવાના જ છે. મને બનારસમાં સંત રવિદાસજીનાં જન્મસ્થળની મુલાકાત લેવાનું સૌભાગ્ય ઘણી વખત મળ્યું છે. અને આજે હું અહીં આપ સૌનાં સાંનિધ્યમાં છું. આજે આ સાગરની ધરતીથી હું સંત શિરોમણી પૂજ્ય રવિદાસજીનાં ચરણોમાં નમન કરું છું, તેમને પ્રણામ કરું છું.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના સાગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકર્પણ કર્યા
August 12th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના સાગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને તૈયાર થઇ ગયેલી પરિયોજનાઓનું રાષ્ટ્ર લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં રૂ. 100 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારા સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી સ્મારકનો શિલાન્યાસ, રૂ. 1580 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનારી બે માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ અને 2475 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા કોટા-બીના રેલ રૂટના ડબલિંગનું રાષ્ટ્રને લોકાર્પણ સામેલ છે.મધ્યપ્રદેશના શહડોલમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 01st, 10:56 pm
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ભાઈ શિવરાજજી, કેન્દ્રમાં મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, પ્રોફેસર એસ.પી. સિંહ બઘેલજી, શ્રીમતી રેણુકા સિંહ સરુતા, ડૉ. ભારતી પવારજી, શ્રી બિશ્વેશ્વર ટુડુજી, સાંસદ શ્રી વીડી શર્માજી, મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓ, તમામ ધારાસભ્યો, આ કાર્યક્રમમાં જોડાયેલા દેશભરના અન્ય તમામ મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં આપણને સૌને આશીર્વાદ આપવા આવેલા મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના શહડોલમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ કર્યો
July 01st, 03:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના શહડોલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરી હતી અને લાભાર્થીઓને સિકલ સેલ જિનેટિક સ્ટેટસ કાર્ડનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં લગભગ 3.57 કરોડ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડના વિતરણની શરૂઆત પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ 16મી સદીના મધ્યમાં ગોંડવાનાના શાસક રાણી દુર્ગાવતીના સન્માનમાં તેમને યાદ કર્યા હતા.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.પ્રધાનમંત્રીએ ગુવાહાટીમાં એઇમ્સના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
April 14th, 12:45 pm
મા કામાખ્યાર, એ પોબીત્રો ભૂમીર પોરા ઑહોમોર હોમૂહ, ભાટ્રિ ભૉગ્નિલોઇ, મોર પ્રોનમ, આપ સૌને રોંગાલી બિહુની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ પાવન અવસર પર, આસામના પૂર્વોત્તરના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આજે એક નવી તાકાત મળી છે. આજે પૂર્વોત્તરને તેની સૌથી પહેલી એઇમ્સ મળી છે. અને આસામને 3 નવી મેડિકલ કોલેજ મળી છે. IIT ગુવાહાટી સાથે મળીને આધુનિક સંશોધન માટે 500 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. અને આસામના લાખો મિત્રો સુધી આયુષ્માન કાર્ડ પહોંચાડવાનું કામ મિશન મોડ પર શરૂ થઇ ગયું છે. એઇમ્સથી આસામ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને મણિપુરના સાથીઓને પણ ઘણો લાભ મળવાનો છે. આરોગ્ય ક્ષેત્રને લગતા આ તમામ પ્રોજેક્ટ્સ બદલ તમને સૌને, પૂર્વોત્તરના મારા તમામ ભાઇઓ અને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.પ્રધાનમંત્રીએ આસામનાં ગુવાહાટીમાં રૂ. 3,400 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું
April 14th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામનાં ગુવાહાટીમાં રૂ. 3,400 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ એઈમ્સ ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કૉલેજો દેશને અર્પણ કરી હતી. તેમણે આસામ એડવાન્સ હેલ્થ કેર ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ (એએએચઆઇઆઇ)નો શિલાન્યાસ પણ કર્યો હતો અને પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) કાર્ડ્સનું વિતરણ કરીને 'આપકે દ્વાર આયુષ્માન' અભિયાન શરૂ કર્યું હતું.વારાણસીના રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે 'વન વર્લ્ડ ટીબી સમિટ'માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 24th, 10:20 am
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રિજેશ પાઠક, વિવિધ દેશોના આરોગ્ય મંત્રીઓ, WHO ના પ્રાદેશિક નિર્દેશકો, ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્ટોપ ટીબી પાર્ટનરશીપ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, બહેનો અને સજ્જનો!પ્રધાનમંત્રીએએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું
March 24th, 10:15 am
પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું હતું. તેમણે ટીબી-મુક્ત પંચાયત, ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી), ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023ના વિમોચન સહિતની વિવિધ પહેલો પણ શરૂ કરી હતી. પ્રધાનમંત્રીએએ પણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ હાઈ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો અને વારાણસીમાં મેટ્રોપોલિટન પબ્લિક હેલ્થ સર્વેલન્સ યુનિટ માટે સ્થળનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પસંદગીના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને ટીબીના અંત તરફ તેમની પ્રગતિ માટે પુરસ્કાર પણ આપ્યા. પુરસ્કારોના પ્રાપ્તકર્તાઓ રાજ્ય/યુટી સ્તરે કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીર અને જિલ્લા સ્તરે નીલગીરી, પુલવામા અને અનંતનાગ હતા.પીએમ 24મી એપ્રિલે વારાણસીની મુલાકાત લેશે
March 22nd, 04:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે વારાણસીની મુલાકાત લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રીરૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરશે. બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાનમાં રૂ. 1780 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.