QUAD નેતાઓના કેન્સર મૂનશોટ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો મૂળપાઠ
September 22nd, 06:25 am
આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું રાષ્ટ્રપતિ બિડેનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ પોષણક્ષમ, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ માટેના અમારા સહિયારા નિર્ધારને પ્રતિબિંબિત કરે છે. કોવિડ રોગચાળા દરમિયાન, અમે ઈન્ડો-પેસિફિક માટે QUAD વેક્સિન ઈનિશિએટિવ હાથ ધર્યું અને મને આનંદ છે કે QUADમાં અમે સર્વાઈકલ કેન્સરના પડકારનો એકસાથે સામનો કરવાનું નક્કી કર્યું છે.પ્રધાનમંત્રીએ ક્વાડ કેન્સર મૂનશોટ કાર્યક્રંમમાં ભાગ લીધો
September 22nd, 06:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિલ્મિંગ્ટન, ડેલાવેરમાં ક્વાડ લીડર્સ સમિટ અંતર્ગત રાષ્ટ્રપતિ જોસેફ આર બિડેન જુનિયર દ્વારા આયોજિત ક્વાડ કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ 3.0ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 17th, 10:00 am
છેલ્લી બે સમિટમાં, મને તમારામાંથી ઘણા લોકો સાથે નજીકથી કામ કરવાની તક મળી.વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત અશ્વમેધ યજ્ઞમાં પીએમના વીડિયો સંદેશનો મૂળપાઠ
February 25th, 09:10 am
ગાયત્રી પરિવારનો કોઈપણ પ્રસંગ એટલી પવિત્રતા સાથે જોડાયેલો છે કે તેમાં હાજરી આપવી એ પોતાનામાં એક લહાવો છે. મને આનંદ છે કે આજે હું દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત અશ્વમેધ યજ્ઞનો ભાગ બની રહ્યો છું. જ્યારે મને ગાયત્રી પરિવાર તરફથી આ અશ્વમેધ યજ્ઞમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું ત્યારે સમયના અભાવે પણ મને મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો. વીડિયો દ્વારા પણ આ કાર્યક્રમ સાથે જોડાતા એક સમસ્યા એ હતી કે સામાન્ય માણસ અશ્વમેધ યજ્ઞને શક્તિના વિસ્તરણ સાથે જોડે છે. આજકાલ ચૂંટણીના આ દિવસોમાં અશ્વમેધ યજ્ઞના અન્ય અર્થો કાઢવામાં આવે તે સ્વાભાવિક છે. પણ પછી મેં જોયું કે આ અશ્વમેધ યજ્ઞ આચાર્ય શ્રીરામ શર્માની ભાવનાઓને આગળ લઈ જઈ રહ્યો છે, અશ્વમેધ યજ્ઞને નવો અર્થ આપી રહ્યો છે, ત્યારે મારી બધી મૂંઝવણ દૂર થઈ ગઈ.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ મારફતે ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત અશ્વમેધ યજ્ઞને સંબોધન કર્યું
February 25th, 08:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત અશ્વમેધ યજ્ઞને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આગામી ચૂંટણીઓને જોતાં 'અશ્વમેધ યજ્ઞ' સાથે જોડાવાની તેમની મૂંઝવણથી શરૂઆત કરી હતી કારણ કે તેનું ખોટું અર્થઘટન થઈ શકે છે. જો કે, તેમણે કહ્યું, જ્યારે મેં આચાર્ય શ્રી રામ શર્માની ભાવનાઓને સમર્થન આપવા અને તેને નવા અર્થથી પ્રેરિત કરવા માટે અશ્વમેધ યજ્ઞને જોયો, ત્યારે મારી શંકાઓ પીગળી ગઈ.ભારતના જી-20 પ્રેસિડેન્સીમાં ભારતના સામાન્ય નાગરિકોની સંભવિતતા બહાર આવી છેઃ પ્રધાનમંત્રી શ્રી
August 15th, 02:24 pm
77 પર લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધનથ પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસ પર સમજાવ્યું હતું કે, કેવી રીતે ભારતના જી-20ના રાષ્ટ્રપતિએ દુનિયાને દેશના સામાન્ય નાગરિકની સંભવિતતા દર્શાવવામાં મદદ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એ નિશ્ચિત છે કે ભારતની સંભવિતતા અને ભારતની સંભાવનાઓ આત્મવિશ્વાસની નવી ઊંચાઈઓને પાર કરવા જઈ રહી છે અને આત્મવિશ્વાસની આ નવી ઊંચાઈઓ નવી સંભવિતતા સાથે લેવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતના જી-20ના પ્રમુખપદે વિશ્વને ભારતના સામાન્ય નાગરિકની સંભવિતતાથી વાકેફ કર્યું છે. આજે ભારતને દેશમાં જી-20 સમિટની યજમાની કરવાની તક મળી છે. અને છેલ્લા એક વર્ષથી જે રીતે ભારતના દરેક ખૂણામાં આવા અનેક જી-20 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તેનાથી દુનિયાને દેશના સામાન્ય માનવીની ક્ષમતાથી વાકેફ કરી શકાય છે.વારાણસીના રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે 'વન વર્લ્ડ ટીબી સમિટ'માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 24th, 10:20 am
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રિજેશ પાઠક, વિવિધ દેશોના આરોગ્ય મંત્રીઓ, WHO ના પ્રાદેશિક નિર્દેશકો, ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્ટોપ ટીબી પાર્ટનરશીપ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, બહેનો અને સજ્જનો!પ્રધાનમંત્રીએએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું
March 24th, 10:15 am
પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું હતું. તેમણે ટીબી-મુક્ત પંચાયત, ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી), ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023ના વિમોચન સહિતની વિવિધ પહેલો પણ શરૂ કરી હતી. પ્રધાનમંત્રીએએ પણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ હાઈ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો અને વારાણસીમાં મેટ્રોપોલિટન પબ્લિક હેલ્થ સર્વેલન્સ યુનિટ માટે સ્થળનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પસંદગીના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને ટીબીના અંત તરફ તેમની પ્રગતિ માટે પુરસ્કાર પણ આપ્યા. પુરસ્કારોના પ્રાપ્તકર્તાઓ રાજ્ય/યુટી સ્તરે કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીર અને જિલ્લા સ્તરે નીલગીરી, પુલવામા અને અનંતનાગ હતા.નવી દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 17th, 08:59 pm
હું મારી વાત પર આવું તે પહેલા હું શિવ ભક્તિ અને લક્ષ્મી પૂજા તરફ જરા, તમે ઇન્કમ ટેક્સ વધારવા માટે સૂચન કર્યું હતું, ખબર નથી આ લોકો પછી શું કરશે, પણ તમારી જાણ માટે, આ વખતે બજેટમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને મહિલાઓ ખાસ કરીને જો તેઓ બૅન્ક ડિપોઝિટ કરે છે અને બે વર્ષનો સમય નક્કી કર્યો છે, તો તેમને એસ્યોર્ડ એક વિશિષ્ટ પ્રકારનું વ્યાજ આપવામાં આવશે અને મને લાગે છે કે તમે જે કહી રહ્યા છો તેનું એક સારું પગલું અને કદાચ તમને તે ગમશે. હવે એ તમારા તંત્રી વિભાગનું કામ છે, એ બધી બાબતો શોધી કાઢ્યા પછી જો તમને યોગ્ય લાગે તો તેને સ્થાન આપો. હું દેશ અને દુનિયામાંથી આવેલા બિઝનેસ લીડર્સનું અભિનંદન આપું છું, સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું
February 17th, 08:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું હતું.Vision of self-reliant India embodies the spirit of global good: PM Modi in Indonesia
November 15th, 04:01 pm
PM Modi interacted with members of Indian diaspora and Friends of India in Bali, Indonesia. He highlighted the close cultural and civilizational linkages between India and Indonesia. He referred to the age old tradition of Bali Jatra” to highlight the enduring cultural and trade connect between the two countries.ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાય અને ભારતના મિત્રો સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ
November 15th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર 2022ના રોજ ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય ડાયસ્પોરા અને ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયાના 800થી વધુ સભ્યો સાથે સંબોધન કર્યું અને વાર્તાલાપ કર્યો. સમગ્ર ઇન્ડોનેશિયામાંથી વાઇબ્રન્ટ અને વૈવિધ્યસભર ભીડ એકઠી થઇ હતી.ભારતનાં જી20 નેતૃત્વ માટેનાં લોગો, થીમ અને વેબસાઇટનાં અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 08th, 07:31 pm
મારા પ્રિય દેશવાસીઓ અને વિશ્વ સમુદાયના તમામ પરિવારજનો, થોડા દિવસો પછી, 1 ડિસેમ્બરથી, ભારત જી-20ની અધ્યક્ષતા કરશે. આ ભારત માટે એક ઐતિહાસિક અવસર છે. આજે આ સંદર્ભમાં આ સમિટની વેબસાઇટ, થીમ અને લોગો લૉન્ચ કરવામાં આવ્યાં છે. હું આ પ્રસંગે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું
November 08th, 04:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.Today our focus is not only on health, but equally on wellness: PM Modi
February 26th, 02:08 pm
PM Narendra Modi inaugurated the post Union Budget webinar of Ministry of Health and Family Welfare. The Prime Minister said, The Budget builds upon the efforts to reform and transform the healthcare sector that have been undertaken during the last seven years. We have adopted a holistic approach in our healthcare system. Today our focus is not only on health, but equally on wellness.”પ્રધાનમંત્રીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના બજેટ પોસ્ટ વેબિનારનું ઉદ્ઘાટન કર્યું
February 26th, 09:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય બજેટ પોસ્ટ વેબિનારનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધિત પોસ્ટ બજેટ વેબિનારની શ્રેણીમાં આ પાંચમો વેબિનાર છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ, જાહેર અને ખાનગી ક્ષેત્રના આરોગ્યસંભાળ વ્યવસાયિકો અને પેરા-મેડિક્સ, નર્સિંગ, આરોગ્ય વ્યવસ્થાપન, ટેકનોલોજી અને સંશોધનના વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા.કોવિન ગ્લોબલ કોન્ક્લેવ 2021માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 05th, 03:08 pm
કોવિડ-19 સામે લડત માટે ટેકનોલોજી આપણો આંતરિક હિસ્સો બની રહી છે. સદ્દભાગ્યે સોફ્ટવેર એ એક એવું ક્ષેત્ર છે કે જેમાં સાધનોનો કોઈ અવરોધ નહીં હોવાથી અમે અમારી કોવિડ ટ્રેકીંગ અને ટ્રેસીંગ એપ ટેકનિકલ દ્રષ્ટિએ તે અર્થક્ષમ બની ત્યારથી જ તેને ઓપન સોર્સ બનાવી છે. 200 મિલિયન કરતાં વધુ વપરાશકારો ધરાવતી આ ‘આરોગ્ય સેતુ’ એપ ડેવલપર્સ માટે સરળતાથી જ ઉપલબ્ધ એપ બની છે. ભારતમાં ઉપયોગ થયા પછી તમે સુનિશ્ચિતતા રાખી શકો છો કે ઝડપ અને વ્યાપની દ્રષ્ટિએ તે વાસ્તવિક દુનિયામાં ચકાસાયેલી છે.વિશ્વ કોવિડ 19નો મુકાબલો કરે એ માટે ભારતે કોવિન પ્લેટફોર્મને ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધરતા પ્રધાનમંત્રીએ કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું
July 05th, 03:07 pm
વિશ્વને કોવિડ 19નો મુકાબલો કરવા માટે ભારતે એનું કોવિન પ્લેટફોર્મ ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધર્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું હતું.આપણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ કે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચેઃ પ્રધાનમંત્રી શ્રી મોદી
June 21st, 08:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગ આચાર્યો, યોગ પ્રચારકો અને યોગ કાર્ય સાથે સંકળાયેલા પ્રત્યેક વ્યક્તિને એ સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે કે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચે. તેઓ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંબોધન કરી રહ્યા હતા.કોવિડ-પ્રભાવિત વિશ્વમાં યોગ આશાના કિરણ સમાન છેઃ પ્રધાનમંત્રી મોદી
June 21st, 08:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહામારી દરમિયાન યોગની ભૂમિકાના સંદર્ભમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે આ કઠિન સમયમાં યોગ લોકો માટે એક શક્તિ અને આત્મવિશ્વાસનું સાધન સિદ્ધ થયું છે. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન દેશો માટે યોગ દિવસ ભૂલવો આસાન હતો કેમકે આ તેમની સંસ્કૃતિનું આંતરિક અંગ નથી, પરંતુ તેનાથી વિપરિત, વિશ્વ સ્તર પર યોગ પ્રત્યે ઉત્સાહમાં વૃદ્ધિ થઈ છે.