ગુજરાતના અમદાવાદમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ/ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:00 am
વિકસિત ભારત માટે કરવામાં આવી રહેલી નવીનતા સતત વિસ્તરી રહી છે. દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. જો હું વર્ષ 2024ની જ વાત કરું તો 2024 એટલે કે 2024ને માંડ માંડ 75 દિવસ થયા છે, આ અંદાજિત 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. અને જો હું છેલ્લા 10-12 દિવસની વાત કરું તો માત્ર છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. આજે પણ વિકસિત ભારતની દિશામાં દેશે એક મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમમાં હવે રૂ. 1 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
March 12th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર ખાતે રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને પેટ્રોકેમિકલ્સ સહિતના અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી.વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રેલવે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સના શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 01:25 pm
આજનો કાર્યક્રમ નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિક છે. ભારત આજે જે પણ કરે છે, તે અભૂતપૂર્વ ઝડપે કરે છે. ભારત આજે જે પણ કરે છે, તે અભૂતપૂર્વ સ્તરે કરે છે. આજના ભારતે નાના સપના જોવાનું બંધ કરી દીધું છે. અમે મોટા સપનાઓ જોઈએ છીએ અને તેને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ. આ નિર્ધારણ આ વિકસિત ભારત-વિકસિત રેલવે પ્રોગ્રામમાં દેખાય છે. હું આ કાર્યક્રમ સાથે જોડાયેલા દેશભરના તમામ સાથીઓને અભિનંદન આપું છું. 500થી વધુ રેલવે સ્ટેશનો અને 1500થી વધુ અન્ય સ્થળોએથી લાખો લોકો અમારી સાથે જોડાયેલા છે. વિવિધ રાજ્યોના માનનીય રાજ્યપાલો, માનનીય મુખ્યમંત્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના મંત્રીઓ, સાંસદો-ધારાસભ્યો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકો, પદ્મ પુરસ્કાર મેળવનાર વરિષ્ઠ મહાનુભાવો, ભારતના મહત્વના લોકો, જેમણે પોતાની યુવાની વિતાવી છે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આપણી ભાવિ પેઢી, યુવા મિત્રો પણ આજે આપણી સાથે છે.પ્રધાનમંત્રીએ આશરે રૂ. 41,000 કરોડનાં મૂલ્યનાં 2000થી વધારે રેલવે માળખાગત પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદઘાટન અને લોકાર્પણ કર્યું
February 26th, 12:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રૂ. 41,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં આશરે 2000 રેલવે માળખાગત પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતાં. ૫૦૦ રેલ્વે સ્ટેશનો અને 1500 અન્ય સ્થળોએથી લાખો લોકો વિકસિત ભારત વિકસિત રેલ્વે કાર્યક્રમ સાથે જોડાયા હતા.27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
August 06th, 11:30 am
નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો
August 06th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.આસામના પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને ધ્વજવંદન કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 29th, 12:22 pm
આસામના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા જી, મુખ્યમંત્રી ભાઈ હિમંતા બિસ્વા સરમાજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અશ્વિની વૈષ્ણવજી, સર્બાનંદ સોનોવાલજી, રામેશ્વર તેલીજી, નિશીથ પ્રામાણિકજી, જોન બાર્લાજી, અન્ય તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ગુવાહાટીથી ન્યૂ જલપાઇગુડીને જોડતી આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી
May 29th, 12:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ગુવાહાટીને ન્યૂ જલપાઇગુડી ગુવાહાટી સાથે જોડશે અને બંને સ્ટેશવો વચ્ચેની મુસાફરીમાં 5 કલાક 30 મિનિટનો સમય લાગશે. પ્રધાનમંત્રીએ નવા ઇલેક્ટ્રોફાઇડ સેક્શનના 182 કિલોમીટરના રૂટનું પણ લોકાર્પણ કર્યું હતું અને આસામના લુમડિંગ ખાતે નવા બાંધવામાં આવેલા ડેમૂ/મેમૂ શેડનું ઉદ્ઘાટન કર્યું હતું.Congress Party has only indulged in appeasement politics: PM Modi in Badami
May 06th, 03:30 pm
PM Modi addressed a public rally at Badami in Bagalkot, Karnataka by greeting the residents in Kannada while also acknowledging Badami as the capital of the Chalukya Dynasty. While addressing the crowd PM Modi said, “Your persistent encouragement and support gives me the belief that the BJP will once again come to power in the upcoming elections.”PM Modi addresses public rallies at Badami and Haveri in Karnataka
May 06th, 03:08 pm
PM Modi addressed two public rallies at Badami and Haveri in Karnataka. PM Modi outlined BJP's focus on good governance and urged people to elect a stable and development oriented BJP Government in the state with a full majority.ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવીને શુભારંભ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 01st, 03:51 pm
સૌથી પહેલા તો, હું ઇન્દોર મંદિરમાં રામ નવમીના દિવસે જે દુર્ઘટના બની હતી તે અંગે મારું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જે લોકો આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત ભક્તો ઝડપથી સાજા થઇ જાય તેવી પણ હું પ્રાર્થના કરું છું.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી
April 01st, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી.