રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બે નવીન ગ્રાહકલક્ષી પહેલોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 12th, 11:01 am

નમસ્કારજી, નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી, રિઝર્વ બેન્કના રાજ્યપાલ શ્રી શક્તિકાન્ત દાસજી, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભવ, દેવીઓ અને સજ્જનો, કોરોનાના આ પડકારપૂર્ણ કાળખંડમાં દેશના નાણાં મંત્રાલયે, આરબીઆઇ અને અન્ય નાણાકીય સંસ્થાઓએ ખૂબ પ્રશંસનીય કામ કર્યું છે. અમૃત મહોત્સવનો આ કાળખંડ, 21મી સદીનો આ મહત્વપૂર્ણ દાયકો દેશના વિકાસ માટે ખૂબ મહત્વ ધરાવે છે. એવામાં આરબીઆઇની ભૂમિકા બહુ મોટી છે, ખૂબ મહત્વપૂર્ણ છે. મને પૂરો વિશ્વાસ છે કે ટીમ આરબીઆઇ, દેશની અપેક્ષાઓ પર ખરી ઉતરશે.

પ્રધાનમંત્રીએ આરબીઆઈની બે ઇનોવેટિવ ગ્રાહકલક્ષી યોજના લોન્ચ કરી

November 12th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય રિઝર્વ બેન્કની બે નવીનતાસભર ગ્રાહકલક્ષી યોજનાઓ – રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેન્ક – ઇન્ટિગ્રેટેડ ઓમ્બ્ડ્સમેન સ્કીમનો પ્રારંભ કર્યો છે. આ અવસરે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શ્રી શક્તિકાંત દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.