G20 પ્રવાસન મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
June 21st, 03:00 pm
અતુલ્ય ભારતમાં હું આપ સૌનું સ્વાગત કરું છું! પર્યટન મંત્રી તરીકે, વૈશ્વિક સ્તરે બે ટ્રિલિયન ડૉલરથી વધુ મૂલ્યના ક્ષેત્રને સંભાળતા, તમને જાતે પ્રવાસી બનવાની તક મળે તે ભાગ્યે જ બને છે. પરંતુ, તમે ગોવામાં છો - ભારતમાં એક મુખ્ય પ્રવાસી આકર્ષણ. તેથી, હું તમને વિનંતી કરું છું કે તમે તમારી ગંભીર ચર્ચાઓમાંથી થોડો સમય કાઢીને ગોવાના પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક બાજુનું અન્વેષણ કરો!પ્રધાનમંત્રીએ G20 પર્યટન મંત્રીઓની બેઠકમાં સંબોધન આપ્યું
June 21st, 02:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં યોજવામાં આવેલી G20 પર્યટન મંત્રીઓની બેઠકમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું.વારાણસીના રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે 'વન વર્લ્ડ ટીબી સમિટ'માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 24th, 10:20 am
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રિજેશ પાઠક, વિવિધ દેશોના આરોગ્ય મંત્રીઓ, WHO ના પ્રાદેશિક નિર્દેશકો, ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્ટોપ ટીબી પાર્ટનરશીપ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, બહેનો અને સજ્જનો!પ્રધાનમંત્રીએએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું
March 24th, 10:15 am
પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂદ્રાકાશ કન્વેન્શન સેન્ટર ખાતે વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધન કર્યું હતું. તેમણે ટીબી-મુક્ત પંચાયત, ટૂંકી ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ (ટીપીટી), ટીબી માટે ફેમિલી-સેન્ટ્રીક કેર મોડલ અને ભારતનો વાર્ષિક ટીબી રિપોર્ટ 2023ના વિમોચન સહિતની વિવિધ પહેલો પણ શરૂ કરી હતી. પ્રધાનમંત્રીએએ પણ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ હાઈ કન્ટેઈનમેન્ટ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો અને વારાણસીમાં મેટ્રોપોલિટન પબ્લિક હેલ્થ સર્વેલન્સ યુનિટ માટે સ્થળનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પસંદગીના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓને ટીબીના અંત તરફ તેમની પ્રગતિ માટે પુરસ્કાર પણ આપ્યા. પુરસ્કારોના પ્રાપ્તકર્તાઓ રાજ્ય/યુટી સ્તરે કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીર અને જિલ્લા સ્તરે નીલગીરી, પુલવામા અને અનંતનાગ હતા.નવી દિલ્હીમાં વૈશ્વિક મિલેટ્સ પરિષદ (શ્રી અન્ન)ના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 18th, 02:43 pm
આજની આ પરિષદમાં ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નરેન્દ્ર તોમર જી, મનસુખ માંડવિયા જી, પીયૂષ ગોયેલ જી, શ્રી કૈલાશ ચોધરી જી, વિદેશથી આવેલા કેટલાક મંત્રીગણ, ગુયાના, માલદિવ્સ, મોરેશિયસ, શ્રીલંકા, સુદાના, સુરિનામ અને ગામ્બિયાના તમામ માનનીય મંત્રીગણ, દુનિયાના વિવિધ હિસ્સાઓમાંથી કૃષિ, પોષણ તથા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કાર્ય કરનારા વૈજ્ઞાનિક તથા નિષ્ણાતો, વિભિન્ન એફપીઓ તથા સ્ટાર્ટ અપ્સના યુવાન સાથીઓ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા લાખો ખેડૂતો, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું
March 18th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એનએએસસી કૉમ્પ્લેક્સ, આઇએઆરઆઈ કૅમ્પસ, પુસા નવી દિલ્હીમાં સુબ્રમણ્યમ હૉલ ખાતે ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. બે દિવસીય આ વૈશ્વિક પરિષદમાં બરછટ અનાજ (શ્રી અન્ન) સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સત્રો યોજાશે, જેમ કે જાડું ધાન્યનાં ઉત્પાદકો, ગ્રાહકો અને અન્ય હિતધારકોમાં બાજરીને પ્રોત્સાહન અને જાગૃતિ; બાજરીની મૂલ્ય શ્રુંખલાનો વિકાસ; બાજરીનાં આરોગ્ય અને પોષક તત્વોનાં પાસાઓ; બજાર સાથે જોડાણ; સંશોધન અને વિકાસ વગેરે.G-20ના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 09:38 am
G20 વિદેશ મંત્રીઓની બેઠક માટે હું ભારતમાં તમારું સ્વાગત કરું છું. ભારતે તેના G20 પ્રેસિડેન્સી માટે ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ થીમ પસંદ કરી છે. તે હેતુની એકતા અને ક્રિયાની એકતાની જરૂરિયાતનો સંકેત આપે છે. હું આશા રાખું છું કે તમારી આજની બેઠક સામાન્ય અને નક્કર ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે એકસાથે આવવાની ભાવનાને પ્રતિબિંબિત કરશે.પ્રધાનમંત્રીએ G20ના વિદેશ મંત્રીની બેઠકને સંબોધન કર્યું
March 02nd, 09:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા G20 ના વિદેશ મંત્રીની બેઠકને સંબોધન કર્યું હતું.ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
February 24th, 09:25 am
હું G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોનું ભારતમાં ઉષ્માપૂર્વક સ્વાગત કરું છું. તમારી બેઠક ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ મંત્રી-સ્તરના સંવાદને ચિહ્નિત કરે છે. એક ફળદાયી મીટિંગ માટે હું તમને મારી શુભેચ્છાઓ પાઠવું છું તેમ છતાં, તમે જે પડકારોનો સામનો કરો છો તેનાથી હું વાકેફ છું. તમે એવા સમયે વૈશ્વિક નાણા અને અર્થતંત્રના નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરો છો જ્યારે વિશ્વ ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. કોવિડ રોગચાળાએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને સદીમાં એક વખતનો ફટકો આપ્યો છે. ઘણા દેશો, ખાસ કરીને વિકાસશીલ અર્થતંત્રો, હજુ પણ તેની આફ્ટર ઇફેક્ટનો સામનો કરી રહ્યા છે. આપણે વિશ્વના વિવિધ ભાગોમાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવને પણ જોઈ રહ્યા છીએ. વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો છે. મોંઘવારી વધવાથી અનેક મંડળીઓ પરેશાની ભોગવી રહી છે. અને, વિશ્વભરમાં ખાદ્ય અને ઊર્જા સુરક્ષા મુખ્ય ચિંતા બની ગઈ છે. ઘણા દેશોની નાણાકીય સદ્ધરતા પણ બિનટકાઉ દેવાના સ્તરથી જોખમમાં છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પરનો વિશ્વાસ ઘટી ગયો છે. આ અંશતઃ કારણ કે તેઓ પોતાની જાતને સુધારવામાં ધીમા રહ્યા છે. વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ અને નાણાકીય પ્રણાલીઓના કસ્ટોડિયન વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સ્થિરતા, આત્મવિશ્વાસ અને વૃદ્ધિ પાછી લાવવાની જવાબદારી હવે તમારા પર છે જે સરળ કાર્ય નથી.પ્રધાનમંત્રીએ ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું
February 24th, 09:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડીયો સંદેશ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું હતું.નવી દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 17th, 08:59 pm
હું મારી વાત પર આવું તે પહેલા હું શિવ ભક્તિ અને લક્ષ્મી પૂજા તરફ જરા, તમે ઇન્કમ ટેક્સ વધારવા માટે સૂચન કર્યું હતું, ખબર નથી આ લોકો પછી શું કરશે, પણ તમારી જાણ માટે, આ વખતે બજેટમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને મહિલાઓ ખાસ કરીને જો તેઓ બૅન્ક ડિપોઝિટ કરે છે અને બે વર્ષનો સમય નક્કી કર્યો છે, તો તેમને એસ્યોર્ડ એક વિશિષ્ટ પ્રકારનું વ્યાજ આપવામાં આવશે અને મને લાગે છે કે તમે જે કહી રહ્યા છો તેનું એક સારું પગલું અને કદાચ તમને તે ગમશે. હવે એ તમારા તંત્રી વિભાગનું કામ છે, એ બધી બાબતો શોધી કાઢ્યા પછી જો તમને યોગ્ય લાગે તો તેને સ્થાન આપો. હું દેશ અને દુનિયામાંથી આવેલા બિઝનેસ લીડર્સનું અભિનંદન આપું છું, સ્વાગત કરું છું.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું
February 17th, 08:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીનો વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ 2023ના ઉદઘાટન સત્રમાં સંબોધનનો મૂળપાઠ
January 12th, 10:53 am
ગ્લોબલ સાઉથના નેતાઓ, નમસ્કાર! આ સમિટમાં તમારું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. વિશ્વના વિવિધ ભાગોમાંથી અમારી સાથે જોડાવા બદલ હું તમારો આભાર માનું છું. આપણે નવા વર્ષની શરૂઆત સાથે મળીએ છીએ જે નવી આશાઓ અને નવી ઊર્જા લઈને આવે છે. 1.3 અબજ ભારતીયો વતી, હું તમને અને તમારા બધા દેશોને સુખી અને પરિપૂર્ણ વર્ષ 2023 માટે મારી શુભેચ્છાઓ આપું છું.ભારતનાં જી20 નેતૃત્વ માટેનાં લોગો, થીમ અને વેબસાઇટનાં અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 08th, 07:31 pm
મારા પ્રિય દેશવાસીઓ અને વિશ્વ સમુદાયના તમામ પરિવારજનો, થોડા દિવસો પછી, 1 ડિસેમ્બરથી, ભારત જી-20ની અધ્યક્ષતા કરશે. આ ભારત માટે એક ઐતિહાસિક અવસર છે. આજે આ સંદર્ભમાં આ સમિટની વેબસાઇટ, થીમ અને લોગો લૉન્ચ કરવામાં આવ્યાં છે. હું આ પ્રસંગે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું
November 08th, 04:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.