The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું

November 21st, 07:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

જી20 ઊર્જા મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશનો મૂળપાઠ

July 22nd, 10:00 am

આપણી જુદી જુદી વાસ્તવિકતાઓને જોતાં ઊર્જા સંક્રમણ માટેના આપણા માર્ગો જુદા જુદા છે. જોકે, હું દ્રઢપણે માનું છું કે, આપણા લક્ષ્યાંકો એક સરખા જ છે. ભારત ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશન માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. તેમ છતાં, આપણે આપણી આબોહવા પ્રત્યેની કટિબદ્ધતાઓ પર મજબૂતપણે આગળ વધી રહ્યા છીએ. ભારતે ક્લાઇમેટ એક્શનમાં નેતૃત્વ દર્શાવ્યું છે. અમે અમારું બિન-અશ્મિભૂત સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતા લક્ષ્ય નવ વર્ષ પહેલાં પ્રાપ્ત કરી લીધું છે. હવે અમે વધુ ઊંચો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અમે વર્ષ 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની યોજના ધરાવીએ છીએ. સૌર અને પવન ઊર્જામાં પણ ભારત વૈશ્વિક નેતાઓમાં સામેલ છે. મને ખુશી છે કે કાર્યકારી જૂથના પ્રતિનિધિઓએ પાવાગડા સોલર પાર્ક અને મોઢેરા સોલર વિલેજની મુલાકાત લીધી હતી. તેમણે સ્વચ્છ ઊર્જા માટે ભારતની પ્રતિબદ્ધતાનું સ્તર અને વ્યાપ જોયો છે.

પ્રધાનમંત્રીએ જી20 ઊર્જા મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું

July 22nd, 09:48 am

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક દેશ ઊર્જા પરિવર્તન માટે અલગ વાસ્તવિકતા અને માર્ગ ધરાવે છે, તેમ છતાં તેઓ દ્રઢપણે માને છે કે, દરેક દેશનાં લક્ષ્યાંકો સમાન છે. ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશનમાં ભારતના પ્રયાસો પર પ્રકાશ ફેંકતા તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને તેમ છતાં તે તેની આબોહવા પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ તરફ મજબૂતપણે આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ભારતે નવ વર્ષ અગાઉ બિન-અશ્મિભૂત સ્થાપિત વીજળીની ક્ષમતાનાં લક્ષ્યાંકને હાંસલ કરી લીધો છે અને પોતાનાં માટે વધારે ઊંચો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશ વર્ષ 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની યોજના ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સૌર અને પવન ઊર્જામાં વૈશ્વિક નેતાઓમાંનું એક છે. તેમણે આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કાર્યકારી જૂથના પ્રતિનિધિઓને પાવાગડા સોલર પાર્ક અને મોઢેરા સોલર વિલેજની મુલાકાત લઈને સ્વચ્છ ઊર્જા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાના સ્તર અને વ્યાપને નિહાળવાની તક મળી છે.

G20 પ્રવાસન મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

June 21st, 03:00 pm

અતુલ્ય ભારતમાં હું આપ સૌનું સ્વાગત કરું છું! પર્યટન મંત્રી તરીકે, વૈશ્વિક સ્તરે બે ટ્રિલિયન ડૉલરથી વધુ મૂલ્યના ક્ષેત્રને સંભાળતા, તમને જાતે પ્રવાસી બનવાની તક મળે તે ભાગ્યે જ બને છે. પરંતુ, તમે ગોવામાં છો - ભારતમાં એક મુખ્ય પ્રવાસી આકર્ષણ. તેથી, હું તમને વિનંતી કરું છું કે તમે તમારી ગંભીર ચર્ચાઓમાંથી થોડો સમય કાઢીને ગોવાના પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક બાજુનું અન્વેષણ કરો!

પ્રધાનમંત્રીએ G20 પર્યટન મંત્રીઓની બેઠકમાં સંબોધન આપ્યું

June 21st, 02:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં યોજવામાં આવેલી G20 પર્યટન મંત્રીઓની બેઠકમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું.

નવી દિલ્હીમાં વૈશ્વિક મિલેટ્સ પરિષદ (શ્રી અન્ન)ના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 18th, 02:43 pm

આજની આ પરિષદમાં ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નરેન્દ્ર તોમર જી, મનસુખ માંડવિયા જી, પીયૂષ ગોયેલ જી, શ્રી કૈલાશ ચોધરી જી, વિદેશથી આવેલા કેટલાક મંત્રીગણ, ગુયાના, માલદિવ્સ, મોરેશિયસ, શ્રીલંકા, સુદાના, સુરિનામ અને ગામ્બિયાના તમામ માનનીય મંત્રીગણ, દુનિયાના વિવિધ હિસ્સાઓમાંથી કૃષિ, પોષણ તથા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કાર્ય કરનારા વૈજ્ઞાનિક તથા નિષ્ણાતો, વિભિન્ન એફપીઓ તથા સ્ટાર્ટ અપ્સના યુવાન સાથીઓ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા લાખો ખેડૂતો, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.

પ્રધાનમંત્રીએ ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું ઉદ્‌ઘાટન કર્યું

March 18th, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એનએએસસી કૉમ્પ્લેક્સ, આઇએઆરઆઈ કૅમ્પસ, પુસા નવી દિલ્હીમાં સુબ્રમણ્યમ હૉલ ખાતે ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. બે દિવસીય આ વૈશ્વિક પરિષદમાં બરછટ અનાજ (શ્રી અન્ન) સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સત્રો યોજાશે, જેમ કે જાડું ધાન્યનાં ઉત્પાદકો, ગ્રાહકો અને અન્ય હિતધારકોમાં બાજરીને પ્રોત્સાહન અને જાગૃતિ; બાજરીની મૂલ્ય શ્રુંખલાનો વિકાસ; બાજરીનાં આરોગ્ય અને પોષક તત્વોનાં પાસાઓ; બજાર સાથે જોડાણ; સંશોધન અને વિકાસ વગેરે.

G-20ના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 02nd, 09:38 am

G20 વિદેશ મંત્રીઓની બેઠક માટે હું ભારતમાં તમારું સ્વાગત કરું છું. ભારતે તેના G20 પ્રેસિડેન્સી માટે ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ થીમ પસંદ કરી છે. તે હેતુની એકતા અને ક્રિયાની એકતાની જરૂરિયાતનો સંકેત આપે છે. હું આશા રાખું છું કે તમારી આજની બેઠક સામાન્ય અને નક્કર ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે એકસાથે આવવાની ભાવનાને પ્રતિબિંબિત કરશે.

પ્રધાનમંત્રીએ G20ના વિદેશ મંત્રીની બેઠકને સંબોધન કર્યું

March 02nd, 09:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા G20 ના વિદેશ મંત્રીની બેઠકને સંબોધન કર્યું હતું.

ભારતનાં જી20 નેતૃત્વ માટેનાં લોગો, થીમ અને વેબસાઇટનાં અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

November 08th, 07:31 pm

મારા પ્રિય દેશવાસીઓ અને વિશ્વ સમુદાયના તમામ પરિવારજનો, થોડા દિવસો પછી, 1 ડિસેમ્બરથી, ભારત જી-20ની અધ્યક્ષતા કરશે. આ ભારત માટે એક ઐતિહાસિક અવસર છે. આજે આ સંદર્ભમાં આ સમિટની વેબસાઇટ, થીમ અને લોગો લૉન્ચ કરવામાં આવ્યાં છે. હું આ પ્રસંગે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું

November 08th, 04:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.