પ્રધાનમંત્રી શ્રીએ ઓમ બિરલાને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
June 26th, 02:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઓમ બિરલાને બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ચૂંટાયેલા સ્પીકરની આંતરદૃષ્ટિ અને અનુભવથી ગૃહને ઘણો ફાયદો થશે.ગૃહના અધ્યક્ષની ચૂંટણી પછી 18મી લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 26th, 11:30 am
મારા તરફથી તમને શુભેચ્છાઓ, પરંતુ આ સમગ્ર ગૃહ તરફથી પણ તમને ઘણી બધી શુભેચ્છાઓ. અમૃતકાલના આ મહત્વપૂર્ણ સમયગાળામાં, તમને બીજી વખત આ પદ સંભાળવાની મોટી જવાબદારી મળી છે અને તમારો પાંચ વર્ષનો અનુભવ અને તમારી સાથે અમારો પાંચ વર્ષનો અનુભવ, અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષ અમારા સૌનું માર્ગદર્શન પણ કરશો અને દેશની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આ ગૃહમાં તમારી જવાબદારી નિભાવવામાં તમે મોટી ભૂમિકા ભજવશો.પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષની ચૂંટણી બાદ ગૃહમાં સંબોધન કર્યું
June 26th, 11:26 am
પ્રધાનમંત્રીએ શ્રી બિરલાને સતત બીજી મુદત માટે સ્પીકરનો હોદ્દો સંભાળવાનું સ્વાગત કર્યું. તેમણે અધ્યક્ષને ગૃહ તરફથી શુભકામનાઓ પાઠવી હતી. અમૃત કાલ દરમિયાન શ્રી બિરલાએ બીજી વખત કાર્યભાર સંભાળ્યો એનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, તેમનો પાંચ વર્ષનો અનુભવ અને તેમની સાથેનો સભ્યોનો અનુભવ આ મહત્ત્વપૂર્ણ સમયમાં પુનઃપસંદ થયેલા અધ્યક્ષને ગૃહનું માર્ગદર્શન આપવા સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ અધ્યક્ષના શાંત અને નમ્ર વ્યક્તિત્વ અને તેમના હાસ્યની પ્રશંસા કરી જે તેમને ગૃહના સંચાલનમાં મદદ કરે છે.ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 27th, 04:00 pm
ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આ વખતે આ કોન્ફરન્સ વધુ ખાસ છે. આ કોન્ફરન્સ 75મા ગણતંત્ર દિવસ પછી તરત જ થઈ રહી છે. આપણું બંધારણ 26મી જાન્યુઆરીએ જ અમલમાં આવ્યું એટલે કે બંધારણને પણ 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. હું દેશવાસીઓ વતી બંધારણ સભાના તમામ સભ્યોને પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.પ્રધાનમંત્રીએ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું
January 27th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા 'સુપોશિત મા' પહેલની પ્રશંસા કરી
February 21st, 11:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા 'સુપોશિત મા' પહેલની પ્રશંસા કરી છે. શ્રી બિરલાએ કોટાના રામગંજમંડી વિસ્તારમાં સુપોષિત મા અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલનો ધ્યેય દરેક માતા અને બાળકને સ્વસ્થ રાખવાનો છે.પ્રધાનમંત્રીએ સંસદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી
July 23rd, 10:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ માટે આયોજિત વિદાય કાર્યક્રમમાં હાજરી આપી હતી.'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 20th, 10:31 am
કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી શ્રી કિશન રેડ્ડીજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, પરષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાસ ચૌધરીજી, રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી ગુલાબચંદ કટારિયાજી, બ્રહ્માકુમારીઝના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજયોગી મૃત્યુંજયજી, રાજયોગિની બહેન મોહિનીજી, બહેન ચંદ્રિકાજી, બ્રહ્માકુમારીઝની અન્ય તમામ બહેનો, દેવીઓ અને સજજનો તથા અહીંયા ઉપસ્થિત સાધક અને સાધિકાઓ!પ્રધાનમંત્રીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું
January 20th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્રહ્મા કુમારીની સાત પહેલને પણ લીલી ઝંડી આપી હતી. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી. કિશન રેડ્ડી, ભૂપેન્દ્ર યાદવ, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાને તેમના જન્મદિને શુભેચ્છાઓ પાઠવી
November 23rd, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીને તેમના જન્મદિને શુભેચ્છાઓ પાઠવી હતી.સંસદ ટીવીના સંયુક્ત લોંચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 15th, 06:32 pm
કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રાજ્યસભાના માનનીય સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી, લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજી, રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશજી, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાગણ, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો
September 15th, 06:24 pm
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્ય સભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અવસરે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો હતો.ઉપરાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષ સંયુક્તપણે 15 સપ્ટેમ્બરના રોજ સંસદ ટીવી લોન્ચ કરશે
September 14th, 03:18 pm
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અધ્યક્ષ શ્રી વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા 15 સપ્ટેમ્બર, 2021ના રોજ સાંજે 6 વાગ્યે પાર્લામેન્ટ હાઉસ એનેક્સીના મુખ્ય કમિટી રૂમમાં સંયુક્તપણે સંસદ ટીવી લોન્ચ કરશે. આ લોન્ચની તારીખ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસને ધ્યાનમાં રાખીને નિશ્ચિત કરાઈ છે.પ્રધાનમંત્રીએ સ્પીકર શ્રી ઓમ બિરલાને તેમના કાર્યાલયમાં બે વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
June 19th, 03:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાને તેમના કાર્યાલયમાં બે વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.