ગુજરાતનાં દ્વારકામાં વિવિધ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 25th, 01:01 pm
મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા સાથીદાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, અન્ય તમામ મહાનુભાવો અને ગુજરાતના મારાં ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
February 25th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડતી સુદર્શન સેતુ, વાડીનાર અને રાજકોટ-ઓખામાં પાઇપલાઇન પ્રોજેક્ટ, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. તેમણે એનએચ-927ના ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળો કરવા, જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર અને સિક્કા થર્મલ પાવર સ્ટેશન, જામનગરમાં ફ્લુ ગેસ ડિસુલ્ફ્યુરાઇઝેશન (એફજીડી) સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રીએ ગુજરાતના ઓખા મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકા ટાપુને જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું
February 25th, 11:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું જે ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે, જે લગભગ રૂ. 980 કરોડના ખર્ચે બનેલો લગભગ 2.32 કિમીનો દેશનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે.