પ્રધાનમંત્રીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
November 20th, 08:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં જી20 સમિટની સાથે સાથે 19 નવેમ્બરે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મહામહિમ જેવિયર મિલી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીનાં રોજ 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધિત કરશે
February 15th, 03:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2024ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત રાજસ્થાન' કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રૂ. 17,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ માર્ગો, રેલવે, સૌર ઊર્જા, પાવર ટ્રાન્સમિશન, પેયજલ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત અનેક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે.ગોવા ખાતે ઈન્ડિયા એનર્જી વીક 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 06th, 12:00 pm
ઈન્ડિયા એનર્જી વીકની આ બીજી આવૃત્તિમાં, હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું. અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે ભારત ઉર્જા સપ્તાહના આ કાર્યક્રમનું આયોજન ગોવામાં કરવામાં આવી રહ્યું છે જે હંમેશા ઊર્જાથી ભરપૂર હોય છે. ગોવા તેના આતિથ્ય માટે જાણીતું છે. દુનિયાભરમાંથી અહીં આવતા પ્રવાસીઓ અહીંની સુંદરતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થાય છે. આજે ગોવા પણ એક એવું રાજ્ય છે જે વિકાસના નવા દાખલાઓને સ્પર્શી રહ્યું છે. તેથી આજે જ્યારે આપણે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિશે વાત કરવા માટે સાથે આવ્યા છીએ…આપણે ટકાઉ ભવિષ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…તો ગોવા આ માટે ખૂબ જ યોગ્ય સ્થળ છે. મને વિશ્વાસ છે કે આ સમિટમાં આવનારા તમામ વિદેશી મહેમાનો તેમની સાથે ગોવાની જીવનભરની યાદો લઈને જશે.પ્રધાનમંત્રીએ ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદઘાટન કર્યું
February 06th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું ઊર્જા સપ્તાહ 2024 ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વસમાવેશક ઊર્જા પ્રદર્શન અને સંમેલન છે, જે ભારતનાં ઊર્જા પરિવર્તનનાં લક્ષ્યાંકોને ઉત્પ્રેરિત કરવા ઊર્જા મૂલ્યની સંપૂર્ણ સાંકળને એકમંચ પર લાવે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓઇલ અને ગેસનાં સીઇઓ તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું પણ આયોજન કર્યું હતું.પ્રધાનમંત્રીએ ઊંડા પાણીના કૃષ્ણા ગોદાવરી બેસિનમાંથી તેલ ઉત્પાદનની શરૂઆતની પ્રશંસા કરી
January 08th, 10:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જટિલ અને મુશ્કેલ ઊંડા પાણીના કૃષ્ણા ગોદાવરી બેસિન (KG-DWN-98/2 બ્લોક, બંગાળની ખાડીના કિનારે આવેલા)માંથી પ્રથમ તેલ ઉત્પાદન શરૂ કરવાની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઑઇલ અને ગેસ ક્ષેત્રના સીઈઓ અને નિષ્ણાતો સાથે સંવાદ કર્યો
October 20th, 09:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વૈશ્વિક ઑઇલ અને ગેસ ક્ષેત્રના સીઈઓઝ અને નિષ્ણાતો સાથે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ સાધ્યો હતો.