આસામના જોરહાટમાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 09th, 01:50 pm
તમે બધા અમને આશીર્વાદ આપવા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. હું માથું નમાવીને તમારો આભાર વ્યક્ત કરું છું. અને, મુખ્યમંત્રી મને હમણાં કહેતા હતા કે 200 જગ્યાએ લાખો લોકો બેઠા છે, જેઓ વીડિયો દ્વારા આ વિકાસ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. હું તેમનું પણ સ્વાગત કરું છું. અને મેં સોશિયલ મીડિયા પર પણ જોયું... કેવી રીતે ગોલાઘાટના લોકોએ હજારો દીવા પ્રગટાવ્યા. આસામના લોકોનો આ સ્નેહ અને સંબંધ મારી સૌથી મોટી સંપત્તિ છે. આજે મને આસામના લોકો માટે 17.5 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. જેમાં સ્વાસ્થ્ય, આવાસ અને પેટ્રોલિયમ સંબંધિત પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આનાથી આસામમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે. આ વિકાસ પરિયોજનાઓ માટે હું આસામના તમામ લોકોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ આસામના જોરહાટમાં રૂ. 17,500 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કર્યા
March 09th, 01:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના જોરહાટમાં 17,500 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યું અને શિલાન્યાસ કર્યો. આજના વિકાસ પરિયોજનાઓ આરોગ્ય, તેલ અને ગેસ, રેલ અને આવાસના ક્ષેત્રોને સમાવે છે.Telangana is the land of the brave Ramji Gond & Komaram Bheem: PM Modi
March 04th, 12:45 pm
On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of TelanganaTelangana's massive turnout during a public rally by PM Modi in Adilabad
March 04th, 12:24 pm
On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of Telanganaનવી મુંબઈ ખાતે વિકાસપરિયોજનાઓનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 12th, 08:36 pm
હું 24 ડિસેમ્બર, 2016નો દિવસ ભૂલી શકતો નથી, જ્યારે હું અહીં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક-અટલ સેતુનો શિલાન્યાસ કરવા આવ્યો હતો. ત્યારે છત્રપતિ શિવાજી મહારાજને નમન કરતા મેં કહ્યું હતું કે, 'લખી રાખો, દેશ બદલાશે પણ અને દેશ વિકાસ પણ પામશે'. જે વ્યવસ્થામાં વર્ષો-વર્ષ કામ લટકાવવાની આદત પડી ગઈ હતી, એનાથી દેશવાસીઓને કોઈ આશા બચી ન હતી. લોકો માનતા હતા કે તેમના જીવતેજીવ મોટા પ્રોજેક્ટ્સ પૂરા થઈ જાય , એ મુશ્કેલ જ છે. અને તેથી જ મેં કહ્યું હતું- લખીને રાખો, દેશ બદલાશે અને ચોક્કસ બદલાશે. ત્યારે આ મોદીની ગૅરંટી હતી.અને આજે ફરી એકવાર છત્રપતિ શિવાજી મહારાજને નમન કરીને, મુંબ્રા દેવીને નમન કરીને, સિદ્ધિવિનાયકજીને પ્રણામ કરતા, હું આ અટલ સેતુ મુંબઈની જનતા અને દેશના લોકોને સમર્પિત કરી રહ્યો છું.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં 12,700 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
January 12th, 04:57 pm
ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ માત્ર મુંબઈ અને મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ 'વિકસિત ભારત'ના સંકલ્પ માટે પણ ઐતિહાસિક દિવસ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, ભલે આ વિકાસલક્ષી યોજનાઓ મુંબઈમાં થઈ રહી છે, પણ સમગ્ર દેશની નજર તેની પર ચોંટેલી છે. ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનાં ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તે ભારતના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ 24 ડિસેમ્બર, 2016ના રોજ એમ.ટી.એચ.એલ. અટલ સેતુના શિલાન્યાસને યાદ કરતાં કહ્યું હતું કે, આજનો પ્રસંગ સંકલ્પ દ્વારા સિદ્ધિનું પ્રતીક પણ છે. તેમણે મોટા પાયે પરિયોજનાઓ પૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને ધ્યાન દોર્યું હતું કે ભૂતકાળમાં અગાઉની સરકારો દરમિયાન પ્રચલિત બેદરકારીભર્યાં વલણને કારણે નાગરિકો નિરાશ થઈ ગયા હતા. દેશ આગળ વધશે અને દેશ પ્રગતિ કરશે. આ 2016માં મોદીની ગૅરંટી હતી, પ્રધાનમંત્રીએ કહ્યું, હું અટલ સેતુ મુંબઈગરાને સમર્પિત કરું છું અને રાષ્ટ્ર છત્રપતિ શિવાજી, મુંબા દેવી અને સિદ્ધિવિનાયક સમક્ષ રાષ્ટ્ર નમન કરે છે. તેમણે કોરોના વાયરસ મહામારી દરમિયાન સર્જાયેલા વિક્ષેપો છતાં એમ.ટી.એચ.એલ. અટલ સેતુ સમયસર પૂર્ણ થવાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, કોઈ પણ વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન, લોકાર્પણ અથવા શિલાન્યાસ ફોટો ઓપ નથી પરંતુ તે ભારતનાં નિર્માણનું માધ્યમ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આવી દરેક યોજના ભવ્ય ભારતના વિકાસમાં યોગદાન આપે છે.પ્રધાનમંત્રીએ અગ્રણી ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કર્યો
October 26th, 11:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતી આયોગ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા એક વાર્ષિક કાર્યક્રમ દરમિયાન અગ્રણી ઓઇલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કર્યો હતો.Historic decisions taken by Cabinet to boost infrastructure across sectors
June 24th, 04:09 pm
Union Cabinet chaired by PM Narendra Modi took several landmark decisions, which will go a long way providing a much needed boost to infrastructure across sectors, which are crucial in the time of pandemic. The sectors include animal husbandry, urban infrastructure and energy sector.વિયેતનામનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-વિયેતનામનું સંયુક્ત નિવેદન (03 માર્ચ, 2018)
March 03rd, 01:14 pm
પ્રજાસત્તાક ભારતનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદનાં આમંત્રણ પર સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામનાં રાષ્ટ્રપતિ મહામહિમ ચન દાઇ કુઆંગ અને તેમનાં પત્નીએ 02 થી 04 માર્ચ, 2018 દરમિયાન પ્રજાસત્તાક ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. વિયેતનામનાં રાષ્ટ્રપતિની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું હતું, જેમાં નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શ્રી ફામ બિન્હ મિન્હ, અન્ય મંત્રાલયનાં પ્રતિનિધિઓ, નેતાઓ અને વિશાળ વેપારી પ્રતિનિધિમંડળ સામેલ હતું.વિયેતનામના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પ્રેસ મીટમાં વડાપ્રધાનનું નિવેદન
March 03rd, 01:13 pm
વિયેતનામના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પ્રેસ મીટમાં વડાપ્રધાન મોદીએ આજે બંને દેશો વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીને સંરક્ષણ અને સુરક્ષા, વ્યાપાર અને રોકાણ, ઉર્જા, કૃષિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પ્રવાસનના ક્ષેત્રોમાં આગળ વધારવા લેવામાં આવેલા પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. બંને નેતાઓએ વૈશ્વિક મહત્ત્વ ધરાવતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.વૈશ્વિક તેલ અને ગેસ CEO અને નિષ્ણાતો સાથે વડાપ્રધાનની ચર્ચા
October 09th, 02:26 pm
વડાપ્રધાને સમગ્ર વિશ્વમાંથી આવેલા તેલ અને ગેસ CEO સાથે ચર્ચા કરી હતી. બાયોમાસ ઉર્જા પર ધ્યાન દોરતા તેમણે પૂર્વ ભારતમાં ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા સંપર્કની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત સ્વચ્છ અને વધારે ઇંધણ કાર્યક્ષમ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેના લાભ સમાજના તમામ ક્ષેત્રોના લોકોને સીધા મળવા જોઈએ જેમાં સૌથી ગરીબ લોકો સૌથી મહત્ત્વના છે.