“આરંભ- 2020” પ્રસંગે નાગરિક સેવાઓના પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 31st, 12:01 pm
સાથીઓ, એક વર્ષ પહેલાં જે સ્થિતિ હતી અને આજે જે સ્થિતિ છે તેમાં ઘણો ફર્ક છે. મને વિશ્વાસ છે કે સંકટના આ સમયમાં દેશે જે રીતે કામ કર્યું છે, દેશની વ્યવસ્થાઓએ જે રીતે કામ કર્યું છે તેમાંથી તમે પણ ઘણું બધુ શિખ્યા હશો. તમે જો માત્ર જોયું જ નહીં હોય, નિરીક્ષણ પણ કર્યું હશે તો તમને પણ ઘણું બધુ આત્મસાત કરવા જેવું લાગ્યું હશે. કોરોના સાથેની લડાઈ માટે એવી ચીજો, કે જેના માટે દેશ બીજા દેશો ઉપર આધાર રાખતો હતો. આજે ભારતા તેમાંથી ઘણી બધી ચીજોની નિકાસ કરવાની સ્થિતિમાં આવી ગયું છે. સંકલ્પની સિધ્ધિનું આ એક ખૂબ જ શાનદાર ઉદાહરણ છે.પ્રધાનમંત્રીએ એકીકૃત ફાઉન્ડેશન અભ્યાસક્રમ “આરંભ”ના બીજા સંસ્કરણ દરમિયાન ભારતીય જાહેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો
October 31st, 12:00 pm
પ્રધાનમંત્રીએ આજે ગુજરાતમાં કેવડિયા ખાતેથી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી LBSNAA મસૂરી ખાતે ભારતીય જાહેર સેવાઓના તાલીમાર્થી અધિકારીઓ (OTs) સાથે વાર્તાલાપ કર્યો હતો. 2019માં પ્રથમ વખત શરૂ થયેલા એકીકૃત ફાઉન્ડેશન અભ્યાસક્રમ AARAMBHના બીજા સંસ્કરણના ભાગરૂપે આ વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.