ડો. હરેકૃષ્ણ મહતાબ લિખિત ઓડિશા ઈતિહાસની હિન્દી આવૃત્તિનું વિમોચન કરતાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
April 09th, 12:18 pm
કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત રહેલા, લોકસભામાં માત્ર સાંસદ તરીકે જ નહીં, પણ સાંસદના જીવનમાં એક ઉત્તમ સાંસદ કેવી રીતે કામ કરી શકે તેનું એક જીવતુ જાગતું ઉદાહરણ પૂરૂ પાડનાર ભાઈ ભર્તુહરી મહતાબજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અન્ય વરિષ્ઠ મહાનુભવો, દેવીઓ અને સજ્જનો ! મારા માટે અત્યંત આનંદનો વિષય એ છે કે મને ‘ઉત્કલ કેસરી’ હરેકૃષ્ણ મહતાબજી સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે. આશરે દોઢ વર્ષ પહેલાં આપણે સૌએ ‘ઉત્કલ કેસરી’ હરેકૃષ્ણ મહતાબજીની 120મી જયંતિ ખૂબ જ પ્રેરણાદાયક અવસર સ્વરૂપે મનાવી હતી. આજે આપણે તેમના પ્રસિધ્ધ પુસ્તક ‘ઓડિશા ઈતિહાસ’ ની હિન્દી આવૃત્તિનું લોકાર્પણ કરી રહ્યા છીએ. ઓડિશાનો વ્યાપક અને વિવિધતાથી ભરેલો ઈતિહાસ દેશના લોકો સુધી પહોંચે તે ખૂબ જ આવશ્યક છે. ઓડીયા અને અંગ્રેજી પછી હિન્દી આવૃત્તિના માધ્યમથી આપણે આ આવશ્યકતા પૂરી કરી છે. હું આ અભિનવ પ્રયાસ બદલ ભાઈ ભર્તુહરી મહતાબજીને, હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન તરફથી અને વિશેષ કરીને સેશંકરલાલ પુરોહિતજીને ધન્યવાદ પણ આપું છું અને હાર્દિક શુભકામના પણ વ્યક્ત કરૂં છું.પ્રધાનમંત્રીએ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ઓડિશા ઇતિહાસના હિંદી અનુવાદનું લોકાર્પણ કર્યું
April 09th, 12:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ઉત્કલ કેસરી’ ડો. હરેકૃષ્ણ મહેતાબ દ્વારા લિખિત ‘ઓડિશા ઇતિહાસ’ પુસ્તકના હિંદી અનુવાદનું લોકાર્પણ કર્યું હતું. આ પુસ્તક અત્યાર સુધી ઓડિયા અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ હતું, જેનો હિંદુ અનુવાદ હવે શ્રી શંકરલાલ પુરોહિતે કર્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને લોકસભામાંથી કટકના સાંસદ શ્રી ભર્તૃહરી મહતાબ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી 9 એપ્રિલ, 2021ના રોજ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ઓડિશા ઈતિહાસના હિન્દી સંસ્કરણનું વિમોચન કરશે
April 07th, 01:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ, 2021ના રોજ મધ્યાહ્ન 12 વાગ્યે નવી દિલ્હીમાં જનપથ ખાતેના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં ‘ઉત્કલ કેસરી’ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ‘ઓડિશા ઈતિહાસ’ પુસ્તકના હિન્દી અનુવાદનું વિમોચન કરશે. આ પુસ્તક ઓડિયા અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, જેનો અનુવાદ શ્રી શંકરલાલ પુરોહિત દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભર્તૃહરી મહતાબ, સાંસદ (એલએસ), કટક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. હિન્દી સંસ્કરણના વિમોચનના આ કાર્યક્રમનું આયોજન હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.