પ્રધાનમંત્રીએ શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકને સંબોધન કર્યું
December 18th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (NEC)ની બેઠકને સંબોધન કર્યું હતું. આ બેઠક નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતીની ઉજવણીને ચિહ્નિત કરે છે, જેનું ઔપચારિક ઉદ્ઘાટન 1972માં કરવામાં આવ્યું હતું.અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં 15.02.2018ના રોજ બહુવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
February 15th, 12:38 pm
જ્યારે હિન્દુસ્તાનને ઉગતા સુરજ તરફ જોવું હોય છે, સૂર્યોદયને જોવો હોય છે, તો સમગ્ર ભારતને પોતાનું મુખ સૌથી પહેલા અરૂણાચલની તરફ ફેરવવું પડે છે. આપણો આખો દેશ સવા સો કરોડ દેશવાસીને – સૂર્યોદયનાં દર્શન કરવા હોય તો અરૂણાચલની તરફ નજર કર્યા વિના થઇ જ શકતા નથી અને જે અરૂણાચલમાંથી અંધકાર દુર થાય છે, પ્રકાશ ફેલાય છે, આવનારા દિવસોમાં પણ અહિયાં વિકાસનો એવો પ્રકાશ ફેલાશે કે જે ભારતને રોશન કરવા માટે કામમાં આવશે.પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે, ઇટાનગરમાં કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું
February 15th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઇટાનગરમાં આયોજીત એક સમારંભમાં દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટર સભાગૃહ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે.It is my conviction to bring North-East at par with the other developed regions of the country: PM Modi
May 27th, 02:00 pm