પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી.

February 24th, 10:35 pm

રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીને યુક્રેન અંગેના તાજેતરની ઘટમાળ અંગે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ તેમના લાંબા સમયથી ચાલતા વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો હતો કે રશિયા અને નાટો જૂથ વચ્ચેના મતભેદો માત્ર પ્રામાણિક અને નિષ્ઠાવાન વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે. પ્રધાનમંત્રીએ તાત્કાલિક હિંસા બંધ કરવાની અપીલ કરી હતી અને રાજદ્વારી વાટાઘાટો અને સંવાદના માર્ગ પર પાછા ફરવા માટે તમામ પક્ષો તરફથી નક્કર પ્રયાસો કરવા હાકલ કરી હતી.