પ્રધાનમંત્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 11th, 11:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.યુગાન્ડાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 25th, 01:00 pm
આ મહાન ગૃહને સંબોધિત કરવાનું આમંત્રણ મળવાથી હું ગૌરવની લાગણી અનુભવુ છું. મને અન્ય દેશનો સંબોધિત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. પરંતુ આ વિશેષ પ્રસંગ છે. આ સન્માન પ્રથમ વખત ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીને મળ્યું છે. આ મારું નહીં, પણ મારી સાથે દેશનાં 125 કરોડ ભારતીયોનું સન્માન છે. હું આ ગૃહમાં યુગાન્ડાનાં લોકો માટે ભારતીય નાગરિકોની શુભકામનાઓ અને મિત્રતા લઈને આવ્યો છું. સભાપતિ મહોદયા, તમારી હાજરીથી મને મારી લોકસભા યાદ આવી ગઈ. અમારાં દેશમાં પણ લોકસભાનાં અધ્યક્ષ એક મહિલા જ છે. અહીં મને મોટી સંખ્યામાં યુવાન સાંસદો જોવા મળે છે. કોઈ પણ લોકતાંત્રિક દેશમાં યુવોનોની વધતી ભાગીદારી સારી બાબત છે. જ્યારે પણ હું યુગાન્ડા આવું છું, ત્યારે હું આ ‘આફ્રિકાનાં મોતી’ સમાન રાષ્ટ્રથી મંત્રમુગ્ધ થઈ જાઉં છું. આ સૌંદર્ય, સંસાધનોની પુષ્કળ સંપત્તિ અને સમૃદ્ધિનાં વારસાની ભૂમિ છે. હું અત્યારે ઇતિહાસ પ્રત્યે સચેત છું કે સૌથી મોટા લોકશાહી દેશનાં એક પ્રધાનમંત્રી હોવાનાં નાતે હું બીજા સંપ્રભુ રાષ્ટ્રનાં ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કરી રહ્યો છું. આપણો પ્રાચીન દરિયાઈ સંપર્ક, સંસ્થાનવાદી શાસનનાં અંધકાર યુગ, સ્વતંત્રતા માટે આપણો સહિયારો સંઘર્ષ, વિઘટિત વિશ્વમાં સ્વતંત્ર દેશો સ્વરૂપે આપણી તત્કાલીન અનિશ્ચિત દિશા, નવી તકોનો ઉદય અને આપણી યુવા પેઢીની આકાંક્ષા – બધું સહિયારું છે. આ બધા પરિબળો આપણને એક તાંતણે જોડે છે.GST આપણા દેશની શક્તિ દર્શાવે છે: મન કી બાત દરમિયાન બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
July 30th, 11:01 am
મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદીએ GSTને ‘ગૂડ એન્ડ સિમ્પલ ટેક્સ’તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે તે દેશના અર્થતંત્રમાં બહુ તેજ ગતિએ હકારાત્મક પરિવર્તન લાવશે. વડાપ્રધાને GSTના અમલ માટે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સહકારની પ્રશંસા કરી હતી.વડાપ્રધાને અસહકારના આંદોલન અંગે વાત કરતા ક્વીટ ઇન્ડિયા ચળવળ અને મહાન નાયકોની આઝાદીની લડાઈમાં રહેલી ભૂમિકાની ચર્ચા કરી હતી. તેમણે દેશના ઘણા ભાગોમાં આવેલા પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રશાસનને રાહત કાર્યોમાં ઝડપ લાવવાનું કહ્યું હતું.