બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

November 15th, 11:20 am

બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જુઆલ ઓરાઓનજી, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, દુર્ગાદાસ ઉઇકેજી અને અમે ભાગ્યશાળી છીએ કે બિરસા મુંડાજીના પરિવારના વંશજો આજે આપણી વચ્ચે છે, આમ તો આજે અહીં એક મોટી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના અન્ય તમામ સભ્યો પૂજામાં વ્યસ્ત છે, છતાં બુદ્ધરામ મુંડાજી આપણી વચ્ચે આવ્યા, એ જ રીતે અમે ભાગ્યશાળી છીએ કે સિદ્ધુ કાન્હુજીના વંશજ મંડલ મુર્મુજી પણ આપણી સાથે છે અને મારા માટે ખુશીની વાત છે કે આજે જો હું કહું કે આપણા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે જો કોઈ વરિષ્ઠ નેતા છે તો તે આપણા કરિયા મુંડાજી છે. એક સમયે લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને આજે પણ તેઓ લોકોને માર્ગદર્શન આપે છે. અને જેમ કે આપણા જુઆલ ઓરાઓનજીએ કહ્યું કે તે મારા માટે પિતા સમાન છે. આવા વરિષ્ઠ કરિયા મુંડાજી આજે ખાસ કરીને ઝારખંડથી અહીં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી, મારા મિત્ર ભાઈ વિજય કુમાર સિંહાજી, ભાઈ સમ્રાટ ચૌધરીજી, બિહાર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ, દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ મહાનુભાવો અને જમુઈના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની શરૂઆત કરી

November 15th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તથા બિહારનાં જમુઇમાં આશરે રૂ. 6,640 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું હતું.

બિહારના દરભંગામાં શિલાન્યાસ, ઉદઘાટન અને વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 13th, 11:00 am

રાજા જનક, સીતા મૈયા કવિરાજ વિદ્યાપતિ કે ઈ પાવન મિથિલા ભૂમિ કે નમન કરેં છી. જ્ઞાન-ધાન-પાન-મખાન... યે સમૃદ્ધ ગૌરવશાળી ધરતી પર અપને સબકે અભિનંદન કરે છી.

પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

November 13th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ દેશના 60 વર્ષ બરબાદ કર્યા: બિહારના ચંપારણમાં પીએમ મોદી

May 21st, 11:30 am

પીએમ મોદીએ બિહારના ચંપારણમાં એક જુસ્સાદાર જાહેર સભાને સંબોધન કર્યું હતું અને તેમના નેતૃત્વમાં ભારતે હાથ ધરેલી પરિવર્તનકારી યાત્રા પર ભાર મૂક્યો હતો અને આ ગતિ ચાલુ રાખવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વિપક્ષ, ખાસ કરીને ઈન્ડી ગઠબંધનની નિષ્ફળતાઓને ઉજાગર કરતા પોતાની સરકારની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

પીએમ મોદીએ ચંપારણ અને બિહારના મહારાજગંજમાં જનસભાને સંબોધિત કરી

May 21st, 11:00 am

પીએમ મોદીએ ચંપારણ અને બિહારના મહારાજગંજમાં જુસ્સાદાર જાહેર સભાઓને સંબોધન કર્યું હતું અને તેમના નેતૃત્વમાં ભારતે હાથ ધરેલી પરિવર્તનકારી યાત્રા પર ભાર મૂક્યો હતો અને આ ગતિ ચાલુ રાખવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વિપક્ષ, ખાસ કરીને ઈન્ડી ગઠબંધનની નિષ્ફળતાઓને ઉજાગર કરતા પોતાની સરકારની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

બિહારના સીએમ પ્રધાનમંત્રીને મળ્યા

February 07th, 05:09 pm

બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા

January 28th, 06:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય સિન્હાને પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બિહાર વિધાનસભા, પટનાના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 12th, 06:44 pm

આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત બિહારના રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણજી, લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજી, વિધાનસભા અધ્યક્ષ શ્રી વિજય સિંહાજી, બિહાર વિધાન પરિષદના કાર્યકારી અધ્યક્ષ શ્રી અવધેશ નારાયણ સિંહ, નાયબ મુખ્યમંત્રી શ્રીમતી રેણુ દેવીજી, તારાકિશોર પ્રસાદ, વિપક્ષના નેતા શ્રી તેજસ્વી યાદવજી, તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો,

PM addresses the closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly

July 12th, 06:43 pm

PM Modi addressed closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly in Patna. Recalling the glorious history of the Bihar Assembly, the Prime Minister said big and bold decisions have been taken in the Vidhan Sabha building here one after the other.

પ્રધાનમંત્રીએ શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા

November 16th, 07:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ શ્રી નીતીશ કુમારને અભિનંદન પાઠવ્યા છે.

બિહારના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ હાથ ધરતા વડાપ્રધાન, રૂ. 500 કરોડના સહાયતા પેકેજની જાહેરાત કરી

August 26th, 12:56 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને રૂ. 500 કરોડના સહાયતા પેકેજની જાહેરાત કરી હતી.

રાજ્યમાં પૂરની પરિસ્થિતિ અંગે બિહારના મુખ્યમંત્રી સાથે વાત કરતા વડાપ્રધાન; બિહાર સરકારને તમામ સહાયતાની ખાતરી આપી

August 14th, 01:40 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમાર સાથે રાજ્યના કેટલાક ભાગોમાં આવેલી પૂરની પરીસ્થિતિ અંગે વાત કરી હતી.